પીએમ લગ્ન અને સંપૂર્ણ લોકડાઉન અંગે સૌથી મહત્વના સમાચાર

ન્યુઝીલેન્ડમાં રેડ એલર્ટ: 

મિત્રો ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ન્યૂઝીલેન્ડમાં કોરોનાના કેસો વધતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત તેના પ્રધાનમંત્રીએ તેમના લગ્ન રદ્દ કર્યા છે.

ત્યાંના અખબારના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાએ ન્યૂઝીલેન્ડમાં કહેર મચાવ્યો છે અને કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે જેને લઇને દેશને હાઈલેવલ restriction ઉપર રાખવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને ક્લાર્ક ગેફોર્ડ સાથે થનારા લગ્નને રદ કરી દીધા છે.

આ ઉપરાંત કોરોનાના સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે અને રવિવારે મધરાતથી દેશને રેડ એલર્ટમાં મુકવામાં આવશે.

કેરળમાં બે રવિવાર સંપૂર્ણ લોકડાઉન :

આ ઉપરાંત ભારતના કેરળમાં પણ કોરોના બેકાબૂ બની ગયો છે જેને લઇને કેરળ સરકાર નિયંત્રણો વધારે કડક બનાવી દીધા છે.

કેરળમાં આગામી 2 રવિવાર 23 જાન્યુઆરી અને 30 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે.

સંપૂર્ણ લોકડાઉન દરમિયાન માત્ર આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવામાં આવી છે.

આ દરમિયાન મોલ, થિયેટર, શાળા-કોલેજ, બજારો વગેરે બંધ રહેશે.

આ ઉપરાંત વધતા જતા કોરોના કેસોને ધ્યાનમાં રાખતા બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોની માતાઓ માટે ઘરેથી કામ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.