પીએમ કિસાન યોજના : આ ખેડૂતોના ખાતામાંથી પાછા ખેંચી લેવામાં આવશે 2000 રૂપિયાના હપ્તા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.

પરંતુ ઘણા એવા લોકો છે જે આ યોજનાનો દુરુપયોગ કરી રહ્યા છે એટલે કે એવા લોકો કે જેને આ રૂપિયા મળવાપાત્ર નથી તોપણ ખોટી રીતે આ રૂપિયા મેળવી રહ્યા છે.

જે લોકો ખોટી રીતે આ યોજનાનો લાભ લઇ રહ્યા છે તેવા લોકોએ હપ્તાના પૈસા પાછા આપવા પડશે.

પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર હવે આકરા પગલાં ભરવા જઇ રહી છે.

આ યોજનામાં ખોટી રીતે હપ્તો મેળવનારા લોકો હવે બચી નહીં શકે.

આવા ખેડૂતો પાસેથી ઉઘરાણીની પ્રક્રિયા જલ્દી શરુ કરી દેવામાં આવશે.

એક રિપોર્ટ અનુસાર લગભગ દેશના સાત લાખ ખેડૂતોએ 10 માં હપ્તા મુજબ ખોટી રીતે પૈસા ઉપાડ્યા છે.

લોકો આ પ્રકારની છેતરપિંડી કરવામાં પતિ પત્નીથી લઈને મૃતક ખેડૂત, કરદાતાઓ, પેન્શન ધારકો, ખોટા ખાતામાંથી મની ટ્રાન્સફર, ખોટા આધાર વગેરે જેવા મામલાઓ સામે આવ્યા છે.

જે લોકો ખોટી રીતે આ યોજનાનો લાભ લઇ રહ્યા છે એટલે કે ખોટા ખાતા અથવા નકલી આધારકાર્ડવાળા ખેડૂતો કે આવકવેરો ચુકવનાર લોકો અને જે ખેડૂત મિત્રોનું મૃત્યુ થઈ ગયું છે તેવા લોકો પણ દર વર્ષે બે હજાર રૂપિયાના હપ્તા ઉપાડી રહ્યા છે.

આવા ખેડૂતોની ઓળખ કરીને તેમની પાસેથી પૈસા પાછા લેવામાં આવશે.

દેશમાં સાત લાખથી વધારે ગેરકાયદેસર લોકોએ પીએમ કિસાન યોજનાના દસમા હપ્તાનો લાભ લીધો છે.

આની પહેલા પણ દેશમાં 42 લાખથી વધુ પાત્રતા ન ધરાવતા આવતા લોકોએ પીએમ કિસાન યોજના હેઠળ 2000-2000 રૂપિયાના હપ્તા તરીકે 2900 કરોડ રૂપિયાનો ચૂનો સરકારને લગાવ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.