પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર : આ કાર્ડ વિના નહીં મળે 10મો હપ્તો

ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કે જેમાં ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં 2000 ના ત્રણ હપ્તા ચૂકવવામાં આવે છે.

દેશના કરોડો ખેડૂતો માટે ચાલતી આ સ્કીમમાં છેતરપિંડીના કિસ્સા સામે આવ્યા છે જેથી પ્રધાનમંત્રી મોદીએ આ છેતરપિંડી અટકાવવા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે.

હવે પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન કરતી વખતે તમારે રેશનકાર્ડ આપવું જરૂરી છે જે ખેડૂત મિત્રો પાસે રેશનકાર્ડ હશે તેને જ આ યોજનાનો લાભ મળશે.

રજીસ્ટ્રેશન કરતી વખતે તમારે રેશનકાર્ડ નંબર અને તેની હાર્ડ કોપી અપલોડ કરવાની રહેશે.

હવે આધારકાર્ડ, બેંક પાસબુક અને ઘોષણાપત્રની હાર્ડ કોપી જમા કરાવવાની અનિવાર્યતાને ખતમ કરી દેવામાં આવી છે. જેથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એકદમ સરળ બની ગઈ છે અને છેતરપિંડીના કિસ્સાઓમાં પણ ઘટશે.

સરકારે ખેડૂતોને 10 મો હપ્તો ક્યારે આપવો તેની તારીખ નક્કી કરી લીધી છે, કેન્દ્ર સરકાર દ્વારા 15 ડિસેમ્બર 2021 સુધીમાં ખેડૂતોના ખાતામાં 10 મો હપ્તો જમા કરી દેવામાં આવશે. ગયા વર્ષે હપ્તો 25 ડિસેમ્બર 2020 ના રોજ જમા કર્યો હતો.

જે ખેડૂત મિત્રોએ હજી સુધીમાં રજીસ્ટ્રેશન નથી કર્યું ફટાફટ કરી લેજો જેથી કરીને 2000 નો હપ્તો સીધો જ દિવાળી ઉપર તમારા ખાતામાં જમા થઈ શકે પણ હવે રજીસ્ટ્રેશન કરતી વખતે તમારી પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.