આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે 4000 રૂપિયા, જુઓ તમને મળશે કે નહીં?

નમસ્કાર ખેડૂત મિત્રો માટે સૌથી મહત્વના અને ખુશીના સમાચાર આવી રહ્યા છે જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લઇ રહ્યા છે તેમને ટૂંક સમયમાં જ ખુશ ખબર મળી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 10 હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવા જઈ રહી છે જેની તારીખ નક્કી કરી દેવામાં આવી છે.

સરકાર દ્વારા અત્યાર સુધીમાં ભારતનાં 11 કરોડ 37 લાખ ખેડૂતોને 1.58 લાખ કરોડ રૂપિયા આપ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા 15 ડિસેમ્બર 2021 સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના દસમા હપ્તાની રકમ જાહેર કરવાની યોજના બનાવી રહી છે.

આ ખેડૂતોને મળશે 4000 રૂપિયા

જે ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો છેલ્લો હપ્તો નથી મળ્યો તો તેને હવે એક સાથે બે હપ્તાની રકમ મળી જશે એટલે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાને બદલે ચાર હજાર રૂપિયા જમા થશે અને આ સુવિધાનો લાભ એવા જ ખેડૂત મિત્રોને મળવાનો છે જેમણે 30 સપ્ટેમ્બર પહેલાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય.

આવા ખેડૂતોના ખાતામાં ઓક્ટોબર મહિનાના બે હજાર રૂપિયા અને ડિસેમ્બર મહિનાના બે હજાર રૂપિયા એમ ટોટલ 4000 રૂપિયા જમા થશે.

સરકાર ખેડૂતોને આપે છે વાર્ષિક 6000 રૂપિયા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. સરકાર આ રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે.

જો તમે પણ ખેડૂત છો અને હજી સુધીમાં આ યોજનાનો લાભ નથી લીધો તો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઇ શકો છો જેના માટે તમારે તેની વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.