પીએમ કિસાન યોજના : 10 મો હપ્તો મેળવનારનું લિસ્ટ જાહેર, જુઓ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 10 મો હપ્તો જમા થવા જઈ રહ્યો છે.

માત્ર હવે ગણતરીના દિવસોમાં જ ખેડૂતોના ખાતામાં આવવા લાગશે 10 મો હપ્તો, જેના માટે સરકાર તરફથી સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે.

હપ્તો જે ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે તેમનું લીસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી અઠવાડિયાથી આ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 10 મો હપ્તો જમા થઈ જશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં નવા વર્ષે પૈસા જમા કરી દેવામાં આવશે.

રાજ્ય સરકાર તરફથી પણ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. લિસ્ટમાં જે ખેડૂતોના નામ છે તેઓના ખાતામાં આ દસમો હપ્તો જમા કરી દેવામાં આવશે.

આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોના ખાતામાં 1 જાન્યુઆરી 2022 ના રોજ 10 મો હપ્તો જમા કરવામાં આવશે.

અમુક ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયા પણ જમા થશે.

જે ખેડૂતોને અત્યાર સુધીમાં નવો હપ્તો નથી મળ્યો તેવા ખેડૂતોને આ વખતે નવમો અને દસમો બંને હપ્તા એકસાથે મળશે એટલે કે 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયા મળશે.

જો તમે પણ જાણવા માગતા હો કે આ લિસ્ટમાં નામ છે કે નહીં અને કેટલા રૂપિયા મળવાના છે તો રજીસ્ટર ખેડૂતો સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને તેનું સ્ટેટસ ચેક કરી શકે છે.

આ વેબસાઈટ ઉપર તમને અત્યાર સુધીમાં કેટલા હપ્તા ચૂકવવામાં આવ્યા છે, તમને છેલ્લો હપ્તો કેટલો મળ્યો છે, ક્યારે મળ્યો છે સંપૂર્ણ માહિતી તમે જોઈ શકશો.

જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો નવો હપ્તો નથી મળ્યો તેવા ખેડૂતોના ખાતામાં 1  તારીખે 4000 રૂપિયા જમા થશે.

આ રીતે જુઓ લીસ્ટ :

સૌપ્રથમ તમારે મોબાઇલમાં પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkishan.gov.in જવાનું છે.

ત્યારબાદ વેબસાઇટ પર ઉપરની બાજુ ફાર્મર્સ કોર્નર (Farmer Corner) નામનું એક ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરો.

હવે તમારે લાભાર્થીઓનું લિસ્ટ (Beneficiary list) પર ક્લિક કરવાનું રહેશે.

જેવું તમે ક્લિક કરશો એક નવું પેજ ખુલશે જ્યાં તમારે રાજ્ય, જીલ્લો, બ્લોક અને ગામ પસંદ કરવાનું રહેશે.

ત્યારબાદ ગેટ રિપોર્ટ (Get Report) પર ક્લિક કરતાં જ તમને તમારા ગામના એવા તમામ ખેડૂતોનું લિસ્ટ મળી જશે જે લાભ મેળવવા માટે યોગ્ય છે એટલે કે જેના ખાતામાં હપ્તો આવવાનો છે તેના નામ તમારી સામે આવી જશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.