સરકાર ખેડૂતોને આપશે 36000 રૂપિયા, માત્ર કરવું પડશે આ કામ!!

મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે, આ ઉપરાંત અન્ય પણ એક યોજના ખેડૂતો માટે ચાલી રહી છે.

ભારત એક કૃષિપ્રધાન દેશ છે પરંતુ તેમ છતાં ખેડૂતોને આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે જેમાંની એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના.

પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને લાભ લેવા માટે તેમણે દર વર્ષે ખૂબ જ નજીવી રકમ જમા કરવી પડશે.

આ યોજનાનો 18 થી 40 વર્ષની વચ્ચેનો કોઇપણ ખેડૂત લાભ લઇ શકે છે.

ખેડૂતોની ઉંમરના હિસાબે આ યોજનામાં દર મહિને રકમ જમા કરવાની હોય છે. આ રકમ દર મહિને 55 રૂપિયાથી લઇને 199 રૂપિયા સુધીની હોય છે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત જે ખેડૂતની ઉંમર 18 વર્ષથી 29 વર્ષ વચ્ચે હોય છે તેમણે દર મહિને 55 રૂપિયાથી લઈને 109 રૂપિયા સુધીનું પ્રીમિયમ જમા કરાવવાનું રહેશે.

અને જે ખેડૂતોની ઉંમર 30 વર્ષથી લઈને 39 વર્ષની વચ્ચે આવે છે તેવા ખેડૂતોએ દર મહિને 110 રૂપિયાથી લઇને 199 રૂપિયા વચ્ચેના હપ્તા ચૂકવવા પડતા હોય છે.

જે ખેડૂત મિત્ર 40 વર્ષની ઉંમરે આ યોજનામાં લાભ લેવા માંગે છે તો તેમને દર મહિને 200 રૂપિયા જમા કરાવવાના રહેશે.

જ્યારે ખેડૂતની ઉંમર 60 વર્ષે પહોંચે છે ત્યારબાદ દર વર્ષે 36 હજાર રૂપિયા એટલે કે દર મહિને 3000 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે દરેક મિત્રો લાભ લઇ રહ્યા છે એવા ખેડૂત મિત્રો ડાયરેક્ટ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઈટ પરથી આ યોજનામાં જોડાઈ શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.