પીએમ કિસાન યોજના : 2000 રૂપિયાનો હપ્તો ચાલુ રાખવા માટે આજે જ મોબાઈલથી કરો આ કામ, નહિતર હપ્તો થઈ જશે બંધ!!

મિત્રો દેશના તમામ ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં પીએમ કિસાન, કિસાન ક્રેડિટ કાર્ડ, ખેડૂત પેન્શન વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.

હાલમાં જ પ્રધાનમંત્રી કિસાન યોજનામાં એક નવી જાહેરાત કરવામાં આવી છે જેમાં દેશના દરેક ખેડૂતોએ પીએમ કિસાન ઈ-કેવાયસી કરવું ફરજીયાત રહેશે.

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર દ્વારા પીએમ કિસાન યોજના ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત ખેડૂતોને ત્રણ હપ્તામાં 6,000 રૂપિયા આપવામાં આવે છે.

આ યોજનામાં નવી જાહેરાત કરવામાં આવી છે કે દરેક ખેડૂતોને પીએમ કિસાન ઈ કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે.

પીએમ કિસાન ઈ-કેવાયસી કરવાની છેલ્લી તારીખ મહિલા 31 માર્ચ 2022 હતી જેને વધારીને 31 may 2022 કરવામાં આવી છે.

ખેડૂત મિત્રો ઘરે બેઠા કેવાયસી કરી શકે તે માટે પીએમ કિસાન કેવાયસી OTP Link એક્ટિવ કરવામાં આવી છે.

પીએમ કિસાન યોજના e-kyc ઓનલાઇન કેવી રીતે કરશો ?

* સૌપ્રથમ પોતાના મોબાઇલ લેપટોપ કે કોમ્પ્યુટરમાં Google માં જઈને પીએમ કિસાન ટાઈપ કરો અને સર્ચ કરો.

* હવે પીએમ કિસાન પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ ખુલશે.

* હવે આ વેબસાઇટમાં ફાર્મર કોર્નર નામનું એક ઓપ્શન જોવા મળશે તેમાં જઈને ઈ કેવાયસી ઉપર ક્લિક કરવાનું રહેશે.

* ત્યારબાદ એક નવું પેજ ખુલશે જેમાં otp based  ઈ-કેવાયસી કરી શકો છો.

* જ્યાં ખેડૂતોએ પોતાનો આધાર કાર્ડ નંબર નાખીને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.

* ત્યાર બાદ ખેડૂતોને પોતાના આધારકાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરેલો હોય તે નાખવાનો રહેશે.

* ત્યારબાદ ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી રજિસ્ટર થયેલા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે જે તમારે દાખલ કરવાનો રહેશે.

* OTP દાખલ કર્યા બાદ ફરીથી આજે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થયેલ હશે તેના ઉપર એક OTP આવશે જે દાખલ કરીને સબમીટ બટન પર ક્લીક કરવાનું રહેશે.

* છેલ્લે ઈ કેવાયસી is successfully submitted એવો મેસેજ આવશે જે દર્શાવે છે કે તમારું ઈ-કેવાયસી સફળતાપૂર્વક થઇ ગયું છે.

પીએમ કિસાન ઈ કેવાયસી માટેની નવી લિંક : https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.