પિતૃને ખુશ કરવા માટે ગાયને કરો પ્રસન્ન, મહાપાપમાંથી મુક્તિ મેળવવા માટે પિતૃપક્ષમાં કરો આ ઉપાય

મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં પાપમાંથી મુક્તિ મેળવવા માટેના ઘણા બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે જેમાં દાન-ધર્મનો સમાવેશ થાય છે પરંતુ મહાપાપોને જ્યારે શાંત અથવા પ્રાયશ્ચિત કરવાની વાત આવે છે તો ત્યાં ગાયનું દાન કરવાનો પણ મહિમા જણાવવામાં આવ્યો છે.

પિતૃ દોષ પણ એક પ્રકારનું પાપ છે અને તેનું નિવારણ કરવું પણ ખૂબ જ આવશ્યક છે. મિત્રો પિતૃપક્ષ દરમિયાન જો તમે આ પ્રકારના ઉપાયો કરશો તો પિતૃઓ પ્રસન્ન થઈ શકે છે.

ગાયનું દાન કરવાથી જન્મો જન્મ ના પાપ મળી જાય છે :

મિત્રો એવું કહેવામાં આવે છે કે ગાયનું દાન કરવાથી જન્મોજનમના પાપનો નાશ થઈ જાય છે જે લોકો ગાયનું દાન કરી શકતા નથી તેવા લોકો ગાયની સેવા કરી શકે છે.

કોઈપણ ગૌશાળામાં જઈને ચારા-પાણીના રૂપમાં પોતાનો સહયોગ આપી શકે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે હાલના સમયમાં પ્લાસ્ટિક ખાવાથી ગાય બીમાર પણ થઈ જાય છે.

ગાય પ્લાસ્ટિક ખાતી હોય તો તેને રોકવી એ પણ એક પ્રકારની સેવા કહેવાય તેનાથી બધા લોકો ખાવા-પીવાનું પોલીથીનમા ના ફેંકીને પણ આ સેવા કરી શકે છે કેમ કે સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.

ઘરના દરવાજા ઉપર આવેલી ગાયને ક્યારે પણ ભગાડવી જોઈએ નહીં. મિત્રો એવું વિચારો કે આ તમારૂ ભાગ્ય છે કે ઘરના આંગણે સ્વયં ગાય આવી છે.

આ ઉપરાંત ગોવાળિયાઓએ ગાયને દોહ્યા પછી ક્યારેય પણ છોડવી ન જોઈએ. મિત્રો દેશી ગાયનું દૂધ અને દેશી ગાયનું ઘી ખૂબ જ દિવ્ય હોય છે જેના ઉપયોગથી બુદ્ધિનો વિકાસ થાય છે અને મન તેજ ચાલે છે.

ગાય સકારાત્મક ઊર્જાનો મોટો સ્ત્રોત છે જે લોકો ડિપ્રેશનના શિકાર હોય છે તેઓએ ગાયની સાથે રહેવું જોઈએ. ગાયની નજીક રહેવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે અને ડિપ્રેશન ધીમે ધીમે જતું રહેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.