હનુમાન જયંતીના દિવસે પીપળાના પાન ઉપર “શ્રી રામ” લખી અહીંયા રાખી દો. ધન-સંપત્તિમાં થશે વધારો

મિત્રો હનુમાન જયંતીના પવિત્ર દિવસે હનુમાનજીને લગતા અનેક અનેક ઉપાયો કરવામાં આવે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે લોકો અલગ-અલગ ઉપાયો કરતા હોય છે.

બજરંગ બલીની વિશેષ કૃપાથી સવારે જે પણ ઉપાય કરવામાં આવે છે તે ચોક્કસ સિદ્ધ થાય છે.

આજે આપણે જાણીશું કે હનુમાન જયંતીના દિવસે જો આ ઉપાય કરવામાં આવે તો તમને માત્ર ધન જ નહીં પરંતુ બધી ખુશીઓ પણ મળશે.

મિત્રો હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે પીપળાના વૃક્ષમાં દેવી-દેવતાઓનો હોય છે એટલા માટે એવું કહેવામાં આવે છે કે પીપળાને સંબંધિત કોઈ પણ ઉપાય કરવામાં આવે તો તેનાથી કોઈ એક નહીં પરંતુ તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

જે લોકો પૈસાની અછતથી પરેશાન છે તો તેવા લોકોએ પીપળાના આ નાના-નાના ઉપાયો કરવા જોઈએ જેથી તેમની આ સમસ્યા દૂર થઈ શકે.

મંગળવારે અથવા શનિવારે પીપળના પાનને ધોઇને ગંગાજળથી સ્વચ્છ કરીને તેના પર આંગળીથી હળદર અને દહીં લખો.

પછી તેને ધૂપ-દીપ બતાવો અને તમારા પર્સમાં મૂકી દો. મિત્રો આ પદ્ધતિથી દર શનિવારે તમારે પાંદડા બદલવાના રહેશે અને જૂના પાંદડાને કોઈ પવિત્ર સ્થાન પર રાખવાના રહેશે આવું કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થાય છે.

બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને પીપળાના ઝાડના 11 પાન તોડી લો. પાન તોડતી વખતે ધ્યાન રાખવું કે કોઈ પાન તૂટે નહીં અથવા પાન તૂટેલું હોવું જોઈએ નહીં.

આ 11 પાંદડા ઉપર કુમકુમ, અષ્ટગંધ અથવા ચંદનને સ્વચ્છ પાણીમાં મિક્સ કરીને શ્રીરામ લખો. લખતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરો.

હવે આ પાંદડાની માળા બનાવો અને કોઈપણ મંદિરમાં જઈને હનુમાનજીને અર્પણ કરો. દર શનિવારે અને મંગળવારે આ ઉપાય કરવાથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે.

શાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિ પીપળનું ઝાડ લગાવે છે તેને જીવનમાં ક્યારેય કોઈ પ્રકારનું દુઃખ નથી આવતું અને પૈસાની પણ ક્યારેય કમી રહેતી નથી એટલા માટે કહેવાય છે કે પીપળાનું ઝાડ વાવ્યા પછી તેને નિયમિત પાણી અર્પણ કરવું જોઇએ.

એવું પણ માનવામાં આવે છે કે જેમ વૃક્ષ વધે છે તેમ તેમ સુખ અને સમૃદ્ધિ પણ વધે છે.

ઉપરાંત જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે પીપળાના ઝાડ નીચે શિવલિંગની પૂજા કરે છે તો તેની બધી સમસ્યાઓનો અંત આવે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.