ફેક્ટ ચેક / મોદી સરકાર યુવાનોને આપી રહી છે 4000 રૂપિયા? જાણો સંપૂર્ણ સત્ય હકીકત

મિત્રો આપણે જાણીએ છીએ કે ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર સહિત 4 રાજ્યોમાં બીજેપી સરકાર બનવા જઈ રહી છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થયો છે.

જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના અંતર્ગત બધા યુવાનોને 4000 રૂપિયાની રાશી ખાતામાં આપવામાં આવશે.

આ મેસેજમાં પ્રધાનમંત્રી રામણ સુરક્ષા યોજના વિશે માહિતી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

આ યોજના અંતર્ગત બધા યુવાનોને ચાર હજાર રૂપિયાની મદદ મળશે અને રજિસ્ટ્રેશન કરવા માટે પણ એક લીંક આપવામાં આવી છે.

PIB ફેક્ટ ચેક દ્વારા આ મેસેજની તપાસ કરવામાં આવી જેમાં જાણવા મળ્યું છે કે આ મેસેજ ખોટો છે અને સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી.

તમારા મોબાઇલમાં પણ આ પ્રકારનો કોઈ મેસેજ આવ્યો હોય અથવા સોશિયલ મીડિયા ઉપર તમને આ પ્રકારનો કોઈ મેસેજ મળે તો સાવધાન થઈ જાઓ કેમ કે ઘણી વખત સાયબર ગુનેગારો આ પ્રકારના મેસેજ મોકલીને અને લિંક મોકલીને છેતરપિંડી કરી શકે છે.

જો તમે લીંક ઉપર ક્લિક કરો તો તમારા ખાતામાંથી પૈસા પણ ગાયબ થઈ શકે છે અને તમને નુકસાન થઈ શકે છે એટલા માટે આ પ્રકારની લીંક ઉપર ક્લિક કરવાનું નથી.

એટલા માટે આવી કોઈપણ ખોટી જાહેરાત તમને સોશિયલ મીડિયા પર જોવા મળે તો સૌ પહેલા તમે તે સાચી છે કે ખોટી તેની તપાસ કરો.

કોઈ પણ આવી લોભાવનારી ખબરો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં.

જો તમે આવું કરશો તો તમારો ખાતું ખાલી થઈ શકે છે એટલા માટે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.