પેટ્રોલ અને ડીઝલ બંને 70 રૂપિયા પ્રતિ લીટર મળશે, મોટા રાહતના સમાચાર

મિત્રો આપણે જાણીએ છીએ કે પેટ્રોલ-ડીઝલના ભાવ પહોચ્યા છે ત્યારે દિવાળી ઉપર લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયુટી ઘટાડીને પેટ્રોલમાં પાંચ રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

ત્યારબાદ વિવિધ રાજ્ય સરકારો દ્વારા પણ વેટ ઘટાડીને જનતાને રાહત આપી હતી.

પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવને કારણે મોટાભાગના લોકોનું બજેટ બગડ્યું છે ત્યારે હવે આ ઈંધણની જગ્યાએ કોઈ બીજું ઇંધણ વાપરી શકાય તેના માટે સંશોધનો ચાલી રહ્યાં છે.

દેશમાં પ્લાસ્ટિકના કચરાથી પર્યાવરણનું સંતુલન ખોરવાઈ ગયું છે ત્યારે આ પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને પેટ્રોલ અને ડીઝલ સસ્તામાં મળી રહે તે માટેનો બેવડો હલ નીકળી આવ્યો છે.

દેશમાં એક એવો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે જેમાં પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ બનાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ આ પ્લાન્ટમાંથી જે પેટ્રોલ અને ડીઝલ બનશે તેની કિંમત લગભગ ૭૦ રૂપિયાની આસપાસ રહેશે.

હાલમાં મશીન બિહારના મુઝફ્ફરપુરમાં લગાવવામાં આવી રહ્યું છે.

પ્લાસ્ટિકના કચરામાંથી ઈંધણ બનાવવા માટેનો આ પ્લાન્ટ દરરોજ 130 લિટર પેટ્રોલ અથવા 150 લીટર ડીઝલ બનાવી શકે છે.

પેટ્રોલ કે ડીઝલ બનાવવા માટે ૨૦૦ કિલો પ્લાસ્ટીક કચરાનો ઉપયોગ કરવામાં આવશે એટલે કે આ પ્લાન્ટમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી પેટ્રોલિયમ બનાવવામાં આવશે.

પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ બનાવવા માટે સૌપ્રથમ પ્લાસ્ટિકના કચરાને બ્યુટેનમાં રૂપાંતરિત કરવામાં આવશે.

આ પ્રક્રિયામાં બ્યુટેન આઈસો ઓક્ટેનમાં રૂપાંતરિત થશે અને પછી અલગ અલગ તાપમાન અને દબાણ હેઠળ ડીઝલ અને પેટ્રોલના રૂપાંતરિત થાય છે.

આ પ્રક્રિયામાં ડીઝલ 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર અને પેટ્રોલ 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર બનાવવામાં આવશે અને આ પ્રક્રિયા પૂર્ણ થતા આઠ કલાકનો સમય લાગે છે.

મિત્રો બિહારમાં સ્થપાયેલો આ પ્લાન્ટ નાનો છે પરંતુ દેશમાં આવા મોટા મોટા પ્લાન્ટ ઊભા કરીને વિપુલ પ્રમાણમાં પ્લાસ્ટિકના કચરામાંથી આપણે પેટ્રોલ-ડીઝલ બનાવી શકીએ છીએ અને આ પેટ્રોલ-ડીઝલ બજારમાં 70 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે મળી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.