પેટ્રોલના ટેન્કરમાં થયો વિસ્ફોટ : લોકો જીવતા સળગ્યા, જુઓ વિડિયો

હૈતીના એક મોટા શહેર કેપ હૈતીયનમાં પેટ્રોલ ભરેલી એક ટ્રક અચાનક પલ્ટી ખાઈ જતા અને ત્યારબાદ તેમાં વિસ્ફોટ થતાં 60 થી વધુ લોકો માર્યા ગયા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે શહેરના સમાવિસ્તારમાં મધ્યરાત્રીએ પેટ્રોલ ભરેલી ટ્રક અચાનક પલટી ખાઇ ગઇ હતી અને ત્યાર બાદ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો.

આ વિસ્ફોટમાં 60થી વધારે લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા જોવા મળી રહી છે.

આ ઉપરાંત ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ આ ઘટના દરમિયાન ૨૦ જેટલાં ઘરો બળીને ખાખ થઇ ગયા હતા.

હકીકતે ટેન્કર પલટી ખાઈ ગયા બાદ કેટલાક લોકો ટેન્કરમાંથી પેટ્રોલ એવા માટે દોડી આવ્યા હતા પરંતુ પેટ્રોલ લે તે પહેલા જ આ ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ થયો અને જેટલા વિસ્તારમાં પેટ્રોલ ઢોળાયેલું હતું ત્યાં બધા વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ.

જેના કારણે લોકો જીવતા જ દાજી ગયા અને તે સમયે ઘણા લોકો પેટ્રોલ ભરી રહ્યા હતા તે આ વિસ્ફોટની અંદર માર્યા ગયા.

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં હજુ પણ વધારો થશે તેવી આશંકા જોવા મળી છે.

ત્યાંના વડાપ્રધાને આ દુર્ઘટના બાબતે દુઃખ વ્યક્ત કર્યું અને સાથે તેમણે કહ્યું કે અત્યારે મોટાભાગના દાઝી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી છે.

વડાપ્રધાને પણ જણાવ્યું કે એક ઝડપથી આવી રહેલું ટેન્કર અચાનક બેકાબુ બની ગયું અને ત્યાર બાદ પલટી ગયું અને થોડા સમયમાં આસપાસના લોકો નાના કન્ટેનર લઈને પેટ્રોલ લેવા આવી ગયા.

ત્યાર બાદ ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થયો અને આ સ્થિતિમાં જેટલા લોકો ત્યાં હાજર હતા એ બધા આગની ઝપેટમાં આવી ગયા હતા.

અહેવાલ પ્રમાણે આ વિસ્ફોટથી શેરીમાં ઘરો અને દુકાનોના આગળના ભાગને ખૂબ જ નુકસાન થયું છે અને આસપાસમાં રહેલા મોટરસાઇકલ, ફોરવ્હીલ બધું સળગી ગયું હતું.

આ ઉપરાંત સરકાર તરફથી મૃત લોકો માટે ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે.

આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને શક્ય હોય તેટલી મદદ કરવાની પણ તૈયારી દર્શાવી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.