જો તમે વાહનમાં 100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવો છો તો ખાસ વાંચી લો ક્યારેય નહીં થાય નુકસાન

મિત્રો આપણે જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઊંચા જઈ રહ્યા છે.

આ મોંઘવારીના સમયમાં જો પેટ્રોલ પંપવાળા ગ્રાહકોને ચૂનો લગાવે તો ગ્રાહકોને મોટું નુકસાન થાય છે.

ઘણી વખત ગ્રાહકોને ખબર પણ નથી હોતી અને પેટ્રોલ પંપ વાળા ગ્રાહકોને છેતરી જાય છે.

આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે ફક્ત તમારે થોડી વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને થોડી સાવધાની રાખવાની જરૂર છે જેથી તમે આ પ્રકારની છેતરપિંડીથી બચી શકો.

મોટાભાગના ગ્રાહકો પેટ્રોલ પંપ પર જઈ ને 100-200 અને 500 રૂપિયાનું રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ ડીઝલ ભરાવતા હોય છે.

મિત્રો ઘણી વખત પેટ્રોલ પંપ વાળા પેટ્રોલ ઓછું આપવા માટે આવી રાઉન્ડ ફિગર વાળી રકમને મશીન ઉપર ફિક્સ કરીને રાખે છે એટલા માટે તમે ક્યારેય રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ ભરાવો નહીં.

જો તમારે પેટ્રોલ ભરાવું હોય તો રાઉન્ડ ફિગર કરતા 5-10 રૂપિયા વધુ પેટ્રોલ પુરાવી શકો છો જેમ કે 110 રૂપિયા, 215 રૂપિયા, 320 રૂપિયા વગેરે.

તમે બાઇક અને કારની ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરાવો છો તો પણ ગ્રાહકોને નુકસાન થાય છે જેનું મુખ્ય કારણ એવું છે કે તમારી ગાડીની ટાંકી જેટલી ખાલી હશે તેમાં હવા એટલી વધારે રહેશે.

એવામાં પેટ્રોલ ભરાવ્યા બાદ હવાના કારણે પેટ્રોલની માત્રા ઘટી જાય છે એટલા માટે હંમેશા ઓછામાં ઓછી અડધી ટાંકી ભરેલી રાખવી જોઈએ.

આ ઉપરાંત પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ આપવા માટે ઘણી વખત પહેલાથી જ મીટરમાં હેરાફેરી થતી હોય છે.

દેશમાં હજી પણ એવા ઘણા પેટ્રોલ પંપ છે એ જૂની ટેકનીક ઉપર કામ કરી રહ્યા છે જેમાં હેરાફેરી કરવી ખુબ જ સરળ છે એટલા માટે તમે અલગ-અલગ પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ પુરાવો અને પોતાની ગાડીની માઇલેજને સતત ચેક કરતા રહો.

પેટ્રોલ હંમેશા ડિજિટલ મીટર વાળા પંપ પરથી જ પુરાવવુ જોઈએ જેનું કારણ એવું છે કે જૂના પેટ્રોલ પંપ પર મશીનો પણ જૂના હોય છે અને આ મશીનોમાં ઓછું પેટ્રોલ ભરાવવાનો ડર પણ વધુ રહે છે.

મિત્રો ઘણીવખત કર્મચારી તમે જે રકમ કહો છો તેના કરતાં ઓછું પેટ્રોલ પૂરે છે.

જો તમે પેટ્રોલ ભરાવતી વખતે ધ્યાન નહી આપો તો મીટરને ઝીરો ઉપર રીસેટ નહીં કરે અને પેટ્રોલ ભરી દેશે એટલા માટે જ્યારે પણ તમે પેટ્રોલ પુરાવો છો ત્યારે હંમેશા મીટરને ઝીરો ઉપર રીસેટ કરે છે કે નહીં તેનું ધ્યાન રાખો.

મોટાભાગના લોકો જ્યારે પોતાના વાહનમાં પેટ્રોલ ભરાવે છે ત્યારે પોતાના વાહન ઉપર બેસી રહે છે જેનો ફાયદો કર્મચારીઓ ઉઠાવી લે છે એટલા માટે જ્યારે પણ પેટ્રોલ પુરાવો ત્યારે ગાડી નીચે ઉતરીને મીટર પાસે ઉભા રહો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.