ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો દુષ્કાળ? આજે જ ટાંકી ફુલ કરાવી લેજો નહીં તો કાલની કોઈ ગેરન્ટી નથી

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે જેના પગલે ગુજરાતની સ્થિતિ કફોડી બનતી જાય છે તેવું જોવા મળી રહ્યું છે.

પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન દ્વારા ચોંકાવનારી બાબત સામે આવી છે કે પેટ્રોલ અને ડીઝલનો હાલમાં ગુજરાત અને ભારતમાં મર્યાદિત સ્ટોક જ છે.

ટૂંક સમયમાં જ ક્રૂડ ઓઇલની પણ અછત છે જેના કારણે રાજ્યમાં તેની અસર જોવા મળશે અને આ સ્થિતિનું નિવારણ ટૂંક સમયમાં આવે તેવી શક્યતા ઘણી જ ઓછી છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ટેન્કર પેટ્રોલ પંપે જાય છે પરંતુ ત્યાં જથ્થો નહીં હોવાના કારણે ડેપોની બહાર જ ખટારાઓ પડયા રહે છે અને હવે તો ડેપોની બહાર લાંબી લાઈનો લાગી ગઈ છે.

તેમણે જણાવ્યું કે જો આવી સ્થિતિ રહેશે તો એ દિવસો પણ હવે દૂર નથી જ્યારે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ માટે નાગરિકોએ વલખા મારવા પડે.

આ બાબતે એસોસિએશન દ્વારા ગાંધીનગર સિવિલ સપ્લાય વિભાગ અને ઓઇલ કંપનીઓને પણ રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતના કુલ સાત જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની અછત ચાલુ થઈ ગઈ છે જેમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર-સોમનાથ અને દીવ પેટ્રોલ ડીઝલનો જથ્થો અટકાવી દેવાયો છે.

IOC દ્વારા ફરીથી પુરવઠો પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ શાંત નહીં થાય તો હવે એ દિવસો પણ દૂર નથી જ્યારે પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો હશે પરંતુ પંપમાં પેટ્રોલ કે ડીઝલ નહિ હોય અથવાતો લોકો બ્લેકમાં પૈસા આપીને પેટ્રોલ ડિઝલ ભરાવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.