કેન્દ્ર સરકારની મોટી જાહેરાત : 40% સસ્તુ થશે ઇંધણ, રૂ.60 માં મળશે ઇંધણ

નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સો રૂપિયાને પાર પહોંચી ગયા છે સાથે સાથે જીવન જરૂરિયાત બધી વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે જેથી સામાન્ય માણસ નું બજેટ ખોરવાઇ ગયું છે.

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવા માટે સરકારે કમર કસી છે, કોઈપણ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવો એ સરકારનો હાલમાં મુખ્ય લક્ષ્ય છે તેના ઉપર સરકાર કામ કરી રહી છે.

હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે હવે વાહનોનું ઉત્પાદન કરતી કંપનીઓને કહેવામાં આવશે કે તે ફ્લેક્ષ ફયુલથી ચાલતા એન્જિનનું ઉત્પાદન કરે.

સરકાર આગામી છ મહિના થી આઠ મહિનામાં યુરો-6 ઉત્સર્જન ધોરણ હેઠળ ફ્લેક્ષ ફયુલ એન્જિન ઉત્પાદન કરશે. જેમાં પેટ્રોલ અને ડીઝલ નો ઉપયોગ નથી થતો.

આ પ્રકારના એન્જિનમાં ઇંધણ તરીકે ગેસોલીન અને મિથેનોલ અથવા ઇથેનોલના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે.

ઇથેનોલ ની કિંમત હાલમાં 60-62 રૂપિયા પ્રતિ લીટર છે જે પેટ્રોલ અને ડીઝલ કરતાં 40 રૂપિયા સસ્તુ છે એટલે કે 40 ટકા સસ્તુ ઇંધણ આપણે વાપરી શકશું.

આ પ્રકારના વાહનો ટૂંક સમયમાં જ માર્કેટમાં આવી જશે. પછી આપણે તેમાં ફ્લેક્ષ ફ્યુલનો ઉપયોગ કરવાનો છે.

આવી રીતે મોદી સરકાર લોકોને 100 રૂપિયાવાળા પેટ્રોલ-ડીઝલ ને બદલે 60 રૂપિયા વાળા ફ્લેક્ષ ફયુલ તરફ લઈ જઈ રહી છે.

મોદી સરકારની આ પ્રકારની વિચારધારા તમને કેવી લાગે છે કોમેન્ટ કરીને અમને જણાવશો. ધન્યવાદ.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.