મોદી સરકારનો મોટો નિર્ણય : હવે પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું

મિત્રો આપણે જાણીએ છીએ કે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે ત્યારે લોકો આ ભાવ વધારાને લઇને ખૂબ જ પરેશાન છે.

પેટ્રોલ-ડીઝલમાં વધતા જતા ભાવને કારણે હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે.

પેટ્રોલ-ડીઝલમાં લાગેલી આગને ઠારવા માટે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે.

સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ ઇથેનોલ ઉપર જીએસટી રેટ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરવામાં આવે છે.

સરકારના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ ભેળવીને વેચે છે.

આ પ્રોગ્રામ આંદામાન અને નિકોબાર બાદ કરતા સમગ્ર ભારત દેશમાં લાગુ પાડવામાં આવ્યો છે.

પહેલા કેન્દ્ર સરકાર ઇથેનોલ ઉપર 18% જીએસટી વસૂલતી હતી પરંતુ હવે તેને ઘટાડીને 5% જીએસટી કરવામાં આવ્યો છે.

એટલે કે ઇથેનોલ પર લાગતા જીએસટીમાં 13 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ઇથેનોલ ઉપર જીએસટી ઘટાડતા ઇથેનોલ સસ્તુ થશે અને આ રીતે સસ્તુ ઇથેનોલ મિશ્ર કરવામાં આવતા પેટ્રોલના ભાવમાં આપોઆપ ઘટાડો જોવા મળશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.