ગુજરાતમાં દિવાળીથી પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા થયુ સસ્તુ

મિત્રો ઘણા મહિનાઓથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જઈ રહ્યા છે અને પેટ્રોલ અને ડીઝલ પ્રતિ લિટર 110 રૂપિયા પર પહોંચી ગયું હતું.

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી લોકોને દિવાળીના ભેટ સ્વરૂપે પેટ્રોલ અને ડીઝલના ભાવો ઓછા કર્યા છે.

પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં 5 રૂપિયા અને ડીઝલ પરની એક્સાઇઝ ડયૂટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે ત્યારે હવે ગુજરાત સરકારે પણ મોટી જાહેરાત કરી છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરે 7 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે અને આ નવો ભાવ સમગ્ર ગુજરાતમાં દિવાળીના દિવસથી લાગુ થઈ જશે.

ઘણા દિવસથી મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને દિવાળી ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મોટી ભેટ આપવામાં આવી છે.

પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટી છે અને ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કર્યો છે તો આ બંને સાથે મળીને નવા ભાવની વાત કરીએ પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા સસ્તું થયું છે.

ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવની વાત કરીએ તો

અમદાવાદમાં પેટ્રોલ 95.11 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લિટર
રાજકોટમાં પેટ્રોલ 94.87 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.88 રૂપિયા પ્રતિ લિટર
સુરતમાં પેટ્રોલ 94.99 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89 રૂપિયા ચાલી રહ્યું છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.