મધ્યમવર્ગના લોકો માટે ખરાબ સમાચાર : પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે હજી વધારો

મિત્રો મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે.

આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે તે નક્કી છે કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ છેલ્લા સાત વર્ષના હાઇ લેવલ પર પહોંચી ગયા છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ 87 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે.

પહેલા ઓક્ટોબર 2014માં ક્રૂડ ઓઇલના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી આવી હતી અને હવે સાત વર્ષ બાદ ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 87 ડોલરે પહોંચ્યા છે.

IIFL સિક્યુરિટીના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આગામી સમયમાં ક્રૂડ ઓઇલના ભાવ હજુ વધીને 90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.

અને જેને લઇને આગામી એક મહિનાની અંદર જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બે થી ત્રણ રૂપિયાનો વધારો આવી શકે છે.

મિડલ ઇસ્ટના દેશોમાં હાલમાં તંગદિલી જોવા મળી રહી છે અને સંયુક્ત આરબ અમીરાતમાં એરપોર્ટ ઉપર થયેલા ડ્રોન હુમલાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ શકે છે અને આના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.

આપણે જાણીએ છીએ કે ટૂંક સમયમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવાનું છે જેને કારણે લોકોને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રાહત મળી શકે છે.

દર વર્ષે જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવતો હોય છે.

તો આ વર્ષે પણ ચૂંટણી આવી રહી છે એટલા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો પણ આવી શકે છે.

પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો વધારો પણ આવી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.