ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત 150 ને પાર થશે : રિપોર્ટ

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતને લઈને દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખૂબ જ પરેશાન છે કેમ કે દિવસે ને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા જાય છે.

લોકો આશા રાખીને બેઠા છે કે ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે પરંતુ ભાવ ઘટવાને બદલે ઝડપથી વધતા હોય તેવું લાગી રહ્યું છે.

ગ્લોબલ ફાઇનાન્શિયલ કંપની ગોલ્ડ મેન સૈશે કહ્યું છે કે આગામી સમયમાં પેટ્રોલની કિંમત 150 રૂપિયાને પાર પહોંચી જશે.

તેમણે જણાવ્યું કે હાલમાં એક બેરલ ક્રૂડ ઓઇલની કિંમત 85 ડોલર જ્યારે આવતા વર્ષ સુધીમાં આ કિંમત વધીને 110 ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે એટલે કે આગામી વર્ષમાં 30 ટકાનો વધારો આવી શકે છે. આ ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાને બદલે વધશે.

નિષ્ણાંતોનું માનવું છે કે અત્યારે વિશ્વના બજારમાં માંગ અને સપ્લાય ખૂબ જ અસંતુલિત થઈ ગઈ છે જેના કારણે ભાવમાં વધારો થશે તેવા એંધાણ છે.

અત્યારે જે તેજીથી ભાવ વધી રહ્યા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે ભારતમાં પેટ્રોલ 150 રૂપિયા અને ડીઝલ 140 રૂપિયા પ્રતિ લીટર પહોંચી શકે છે.

ભારત દેશની ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા હવે સરકાર પાસેથી એક જ આશા લઈને બેઠી છે કે તે કોઈપણ રીતે પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડે, જો સરકાર કાંઈ નહીં કરે તો આગામી સમયમાં ક્રૂડ ઓઇલના ભાવ વધશે અને તેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધી જશે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.