પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે 12 રૂપિયાનો વધારો : જાણો કોણે કરી ભવિષ્યવાણી?

મિત્રો આપણે જાણીએ છીએ કે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને કારણે છેલ્લા ચાર મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો કરવામાં આવ્યો નથી.

પરંતુ હવે આગામી 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 12 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે.

Icici સિક્યોરિટીઝના રિપોર્ટ પ્રમાણે રીટેલ fuel વેન્ડર દ્વારા કિંમત વસૂલ કરવા માટે 16 માર્ચ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 12 રૂપિયા પ્રતિ લીટરથી વધુનો વધારો કરવાની જરૂર છે.

આ ઉપરાંત જો તેમાં ઓઇલ કંપનીઓના માર્જિનને ઉમેરવામાં આવે તો 15 રૂપિયા પ્રતિ લિટરના ભાવ વધારાની જરૂર છે.

બ્રોકરેજ કંપની જે.પી. મોર્ગને રિપોર્ટમાં જણાવ્યું કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી પૂરી થવા જઈ રહી છે અને ત્યાર પછી દૈનિક ધોરણે પેટ્રોલ-ડીઝલના દરમાં વધારો થઇ શકે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની અંદર 10 મી માર્ચે મતગણતરી થવાની છે જેથી આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના એક રિપોર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય તેલ ની કિંમતો ઘરેલુ ઈંધણ ની કિંમત સાથે જોડાયેલી છે.

એટલા માટે સરકારી તેલ કંપનીઓને થયેલા નુકસાનની સરભર કરવા માટે 16 માર્ચ 2022 સુધી અથવા તેની પહેલા પ્રતિ લિટરે 12 રૂપિયાનો વધારો કરવો જરૂરી બનશે.

આ ઉપરાંત રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કંપનીઓ પંદર રૂપિયા સુધીનો વધારો કરી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.