પેટ્રોલ અને ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર? 30 રૂપિયા સુધીનો વધારો થશે!

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કાચા તેલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.

આ યુદ્ધ પછી ક્રૂડ ઓઈલ 2014 પછી પહેલીવાર 100 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર થઈ ગયું છે અને હજુ પણ તેમાં વધારો થઈ રહ્યો છે.

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ પણ 110 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયું જેને કારણે આગામી સમયમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થવાનો છે.

આંકડાઓ પર નજર કરીએ તો આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લિટરથી પણ વધુનો વધારો થઇ શકે છે.

યુક્રેન સંકટને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલ 2 ડિસેમ્બર 2021 ના 70 ડોલરની આસપાસ હતું અને અત્યારે 110 ડોલર પ્રતિ બેરલ ને પાર પહોંચી ગયું છે.

વર્તમાન નીતિ પ્રમાણે સરકારી ઓઈલ કંપનીઓ ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધઘટ કરી શકે છે.

એવું માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને કારણે હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ માં વધારો કરવામાં આવ્યો નથી.

પરંતુ 7મી માર્ચના રોજ અંતિમ તબક્કાનું મતદાન થવાની સાથે જ સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો કરવાનું શરૂ કરી દેશે.

જો સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરશે તો ટૂંક સમયની અંદર જ તેના ભાવમાં 30 રૂપિયા સુધીનો વધારો પણ આવી શકે છે અને સાથે જ ડીઝલ અને પેટ્રોલના ભાવ જલદી તેની છૂટક કિંમતનો નવો રેકોર્ડ બનાવી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.