રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખિસ્સુ ખાલી કરશે : પેટ્રોલ-ડીઝલના ભાવ 15 રૂપિયાનો વધારો થશે

મિત્રો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે જેની ગરમી આપણા ખિસ્સા પર પડવાની છે.

રશિયા યુક્રેન વચ્ચેના તણાવને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

ગુરુવારે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરતાં જ ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 103 ડોલર સુધી પહોંચી ગઈ હતી.

છેલ્લા ત્રણ મહિનામાં કાચા તેલની કિંમતમાં 27 ટકાનો વધારો થયો છે.

આપણે જાણીએ છીએ કે છેલ્લા ત્રણ મહિનામાં સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ કોઈ વધારો કર્યો નથી પરંતુ હવે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂરી થતા જ ફરીથી તેલની કિંમતમાં વધારો જોવા મળશે.

હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 103 ડોલર પ્રતિ બેરલ ચાલી રહી છે.

સ્થાનિક તેલ કંપનીઓએ 3 નવેમ્બરથી પેટ્રોલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી પરંતુ હવે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 20 ડોલર વધી ગયો છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે જો રશિયા યુકેન વચ્ચે યુદ્ધ લાંબો સમય સુધી ચાલશે તો ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 120 ડોલર સુધી જઈ શકે છે.

તેલ કંપનીઓ જણાવી રહી છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 15 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો થઈ શકે છે.

આ વધારો એકસાથે નહીં પરંતુ બે-ત્રણ તબક્કામાં થઈ શકે છે.આ ઉપરાંત સીએનજી અને એલપીજીના ભાવમાં પણ 10 થી 15 રૂપિયાનો વધારો થઇ શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.