સામાન્ય માણસને લાગ્યો મોટો ઝટકો / પેટ્રોલના ભાવમાં જંગી વધારો

મિત્રો આપણે જાણીએ છીએ કે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે ફરી વખત ભારતીય તેલ કંપનીઓ દ્વારા 26 માર્ચના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

ટૂંકમાં જોવા જઈએ તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં હાલમાં લોકોને રાહત મળવાની કોઈ આશા દેખાતી નથી.

ઓઇલ કંપનીઓ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં ચાર વખત પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમા 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

સાર્વજનિક ક્ષેત્રની ઓઇલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા પ્રમાણે અમદાવાદમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 97.81 હતો જેમાં 80 પૈસાના વધારા સાથે હવે નવી કિંમત 98.61 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી રહી છે જ્યારે ડીઝલનો ભાવ પહેલા 91.63 રૂપિયા હતો અને હવે તે વધીને 92.43 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે.

પેટ્રોલની વધતી જતી કિંમતો દેશભરમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે ત્યારે આપણે વાત કરીએ મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશના બાલાઘાટ માં પેટ્રોલની કિંમત 113 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે જ્યારે ડીઝલ 96.30 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ઓઇલ કંપનીઓ દ્વારા વધતા જતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઇ ગયું છે અને છેલ્લા પાંચ દિવસમાં ચાર વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3.20 રૂ નો વધારો થયો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.