પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજના તાજા ભાવ

દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ કુદકેને ભુસકે વધી રહ્યા હતા અને મધ્યમ વર્ગના માનવીનું બજેટ ખોરવાઇ ગયું હતું.

ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી ઘટાડ્યા બાદ અને રાજ્ય સરકારો દ્વારા વેટમાં કાપ મૂક્યા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો આવ્યો હતો.

જોકે રાજસ્થાન અને બંગાળની અંદર રાજ્ય સરકારે વેટમાં ઘટાડો નથી કર્યો જેથી ત્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ છે.

આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

મિત્રો રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘુ વેચાઈ રહ્યું છે. શ્રીગંગાનગરમાં એક લિટર પેટ્રોલની કિંમત 116.34 રૂપિયા છે.

આ ઉપરાંત શ્રી ગંગાનગરની સરખામણીએ પોર્ટ બ્લેરમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી સસ્તું વેચાય રહ્યું છે.

પોર્ટ બ્લેયરમાં પેટ્રોલ અને ડીઝલ 30 રૂપિયા સસ્તું છે. પોર્ટ બ્લેયરમાં પેટ્રોલની કિંમત 82.96 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 77.13 રૂપિયા પ્રતિ લીટર છે.

આ ઉપરાંત હરિયાણામાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટવાના કારણે પેટ્રોલ અને ડીઝલ એસોસિયેશનને 15 નવેમ્બરે હડતાલનું એલાન કર્યું છે, એટલે કે હરિયાણામાં 15 નવેમ્બર સવારથી 16 નવેમ્બર સવારના છ વાગ્યા સુધી પેટ્રોલ પંપ બંધ રહેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.