પેટ્રોલ અને ડીઝલ 20 રૂપિયા સસ્તુ થયું : આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

ખેતીવાડી માટે વપરાતા મોટાભાગના સાધનો ડીઝલ ઉપર ચાલતા હોય છે જેથી ખેડૂતો ઉપર મોટો માર પડી રહ્યો છે.

જેના કારણે ખેતીના ઇનપુટ કોસ્ટમાં અને ખેડૂતોની ચિંતામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

હવે કર્ણાટકની સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે અને આ ઘટાડો માત્ર ખેડૂતો માટે જ લાગુ પડશે.

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી ખેડૂતોને રાહત આપવા માટે કર્ણાટક સરકારે આ નિર્ણય કર્યો છે અને પેટ્રોલ-ડીઝલ ઉપર સબસીડી આપવાનું નક્કી કર્યું છે.

કર્ણાટકના કૃષિમંત્રી બી.સી. પાટિલે કહ્યું કે ખેતી કામમાં વપરાતા પેટ્રોલ-ડીઝલ પર 20 રૂપિયાની સબસિડી આપવામાં આવશે જેથી ખેડૂતોને ઘણી બધી રાહત મળશે.

હાલમાં કર્ણાટકમાં પેટ્રોલની કિંમત 110 રૂપિયા અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર છે. જો પેટ્રોલ અને ડીઝલ પર 20 રૂપિયા પ્રતિ લીટર ની સબસીડી આપવાની યોજના મંજૂર થશે તો ખેડૂતોને મોટી રાહત મળશે.

ખેતર ખેડવાથી લઈને સિંચાઈ સુધી અને લણણીના કામમાં ઉપયોગમાં આવતા મશીનો વગેરે ડીઝલ ઉપર ચાલે છે એટલે એકંદરે ખેડૂતો ઉપર મોટો માર પડી રહ્યો છે.

જેવી રીતે કર્ણાટક સરકાર તેના ખેડૂતો માટે આ પ્રકારની સબસિડી લાવી રહી છે જો તેવી યોજના ગુજરાત સરકાર લાવે તો ગુજરાતના ખેડૂતોને ઘણો ફાયદો થઇ શકે તેમ છે.

પેટ્રોલ-ડીઝલમાં સબસીડી  મળવાથી ઇનપુટ કોસ્ટ માં ઘટાડો થાય છે અને એકંદરે ખેડૂતોની આવકમાં વધારો જોવા મળે છે.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.