વાહ શું વાત છે? પેટ્રોલના ભાવ અમેરિકામાં નક્કી થાય છે : આ મંત્રીએ આપ્યું મોટું નિવેદન

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવમાં કેન્દ્ર સરકારે થોડી રાહત તો આપી છે પણ હજુ આ કિંમત લોકોને હેરાન કરનારી છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ ઘટી જાય તો લોકોને મોટી રાહત મળી શકે.

આ દરમિયાન મોદી સરકારના એક કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટનમાં એવું નિવેદન આપ્યું કે ઇંધણના ભાવ અમેરિકામાં નક્કી થાય છે અને તેના દરમાં વધારા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠરાવવુ ખોટું છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ઉત્પાદન દરને ઘટાડયો છે પરંતુ જે રાજ્યોમાં ભાજપ સરકાર નથી ત્યાં રાજ્ય સરકારે વેટમાં ઘટાડો કર્યો નથી.

હાલમાં દેશમાં ઇંધણના ભાવના વિરુદ્ધમાં માર્ચ કાઢવામાં આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવનો સીધો સંબંધ વૈશ્વિક બજારની સ્થિતિ પર છે.

મંત્રીએ કહ્યું કે ઇંધણના ભાવ તો અમેરિકામાં નક્કી થાય છે એટલા માટે ઇંધણના મૂલ્યમાં વૃદ્ધિ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવવુ ખોટું છે.

કેન્દ્ર સરકારે તો પોતાના કરમાં ઘટાડો કર્યો છે પરંતુ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળ શાસિત રાજ્ય એવું કરવા માટે તૈયાર નથી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે.

તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.