પેટ્રોલ-ડીઝલના ભાવ થયો મોટો ઘટાડો? બધા લોકો એક વાર જરૂર જોઈ લે

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં ડીઝલના ભાવ કુદકેને ભુસકે વધી રહ્યા છે. ભારતીય શેરબજારની જેમ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઓલટાઇમ હાઇ રેકોર્ડ ઉપર ચાલી રહ્યા છે.

શેરબજારમાં વચ્ચે વચ્ચે કરેક્શન આવતા હોય છે પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જ જોવા મળી રહ્યો છે.

ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 25 દિવસ વધારો થયો છે જેમાં પેટ્રોલ દૈનિક 30 પૈસા અને ડીઝલ દૈનિક 35 પૈસા પ્રતિ દિનની ગણતરી મુજબ પેટ્રોલ 7.45 મોંઘું થયું અને ડીઝલ 7.90 રૂપિયા મોંઘું થયું.

હાલમાં ગુજરાતમાં એક લીટર પેટ્રોલના ભાવ 106.65 રૂપિયા અને એક લીટર ડીઝલ ના ભાવ 106.10 રૂપિયા પ્રતિ લીટર છે.

આ તરફ રાજ્યમાં સીએનજીના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. સાબરમતી ગેસ તરફથી એક કિલે બે રૂપિયાનો વધારો, ગુજરાત ગેસ તરફથી બે રૂપિયા અને અદાણી ગેસ તરફથી એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઇને સામાન્ય જનતા સીએનજી તરફ વળી છે ત્યારે સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવતા મોંઘવારીનો બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે.

આજથી બિલકુલ 1 વર્ષ પહેલા એટલે કે 3 નવેમ્બર 2020 ના રોજ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 87.74 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 76.86 હતો એટલે કે માત્ર એક વર્ષની અંદર જ પેટ્રોલ-ડીઝલના ભાવ માં 30-35 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

સરકાર અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે, હજુ ભવિષ્યમાં પણ ક્રૂડ ઓઇલના બેરલના ભાવ વધવાના છે.

અત્યારે 80 ડોલર પ્રતિ બેરલનો ભાવ છે અને ભવિષ્યમાં હજુ વધીને 110 ડોલર પ્રતિ બેરલ થશે એટલે કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ હજુ પણ વધશે.

હવે તો પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટાડવો એ સરકારના હાથમાં છે કેમ કે સરકાર જો તેના પર લગાવવામાં આવતા વિવિધ પ્રકારના ટેકસને ઘટાડશે તો જ પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.