પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 16 રૂપિયાનો મોટો ઘટાડો, જાણો તાજા ભાવ

પેટ્રોલ અને ડિઝલની વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ ઉપર એકસાઇઝ ડયુટી ઘટાડીને સામાન્ય જનતાને મોટી રાહત આપવામાં આવી હતી.

ત્યારબાદ વિવિધ રાજ્યો દ્વારા તેના પર લાગતા વેટને ઘટાડીને પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી કરી હતી.

આમ છતાં ઘણા રાજ્યો એવા હતા જેણે વેટમાં ઘટાડો નહોતો કર્યો જેથી એવા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઊંચી હતી.

હાલમાં રાજસ્થાન સરકારે પેટ્રોલ ઉપર 4 રૂપિયા અને ડીઝલ ઉપર 5 રૂપિયા પ્રતિ લીટર ઘટાડવાની જાહેરાત કરી છે.

બેઠક બાદ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ટ્વિટ કરીને પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવા ની જાણકારી આપી હતી.

આ ઉપરાંત પંજાબમાં પણ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે પેટ્રોલમાં 10 રૂપિયા અને ડીઝલમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

હવેથી પંજાબમાં લોકોને પેટ્રોલ અને ડીઝલ બંને 16 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ મળશે.

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર અને ડીઝલ પર અનુક્રમે 5 રૂપિયા અને 10 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી પરંતુ પંજાબ સરકારે કેન્દ્રની તુલનામાં ડબલ રાહત આપી છે.

આવી રીતે પંજાબના લોકો ને એકસાઇઝ ડયૂટી અને વેટમાં ઘટાડો થયા બાદ પેટ્રોલ અને ડીઝલ બંને 16 રૂપિયા પ્રતિ લિટર સસ્તું મળશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે.

તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.