પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં મોટી રાહત, દસ રૂપિયાનો ઘટાડો? જાણો સંપૂર્ણ માહિતી

લોકોને પેટ્રોલ અને ડીઝલમાં રાહત આપવા માટે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મોટી જાહેરાત કરી છે અને પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ઘટાડો કર્યો છે.

છત્તીસગઢ સરકારે પેટ્રોલમાં 1 ટકા અને ડીઝલમાં 2 ટકાનો ઘટાડો કર્યો છે.

વેટ ઘટાડા અંગેની માહિતી છત્તીસગઢના સીએમઓએ ટ્વીટ કરીને આપી હતી જેના કારણે સરકારને લગભગ 1000 કરોડ રૂપિયાનું નુકસાન થશે.

વેટ ઘટાડવાના સરકારના નિર્ણય બાદ રાજ્યમાં પેટ્રોલ એક રૂપિયા અને ડીઝલ બે રૂપિયા સસ્તું થયું છે.

દિવાળી નિમિત્તે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કર્યો હતો જેમાં અનુક્રમે પાંચ રૂપિયા અને દસ રૂપિયા ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં દેશમાં હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

નવેમ્બર મહિનામાં ક્રૂડ ઓઇલની કિંમતમાં લગભગ 10 ટકાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે.

એક માહિતી અનુસાર અમેરિકી ક્રૂડ ઓઇલ 84 ડોલર પ્રતિ બેરલથી 76 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે એટલે કે 8 ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.

ભારતની વાત કરવામાં આવે તો વાયદા બજારમાં કાચા તેલની કિંમતમાં નવેમ્બર મહિનામાં પાંચસો રૂપિયાનો પ્રતિ બેરલે ઘટાડો જોવા મળ્યો છે.

IIFL ના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.

જેના કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.

તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે ઘટાડો થયો છે તે જોતા દેશમાં હજુ પેટ્રોલ અને ડીઝલ દસ રૂપિયા સુધી સસ્તું થઇ શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.