પેટ્રોલ-ડીઝલ 50 રૂપિયા પ્રતિ લિટર મળી શકે, જાણો કોણે આપ્યું મોટું નિવેદન

મિત્રો આપણે જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી લોકોને દિવાળી ભેટ સ્વરૂપમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે.

કેન્દ્ર સરકારે પેટ્રોલ ઉપર પાંચ રૂપિયા અને ડીઝલમાં દસ રૂપિયા એક્સાઇઝ ડયૂટી ઘટાડવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકાર તરફથી પણ પેટ્રોલ અને ડીઝલ બંનેમાં સાત-સાત રૂપિયાનો વેટ ઘટાડ્યો છે.

આવી રીતે ટોટલ પેટ્રોલમાં 12 રૂપિયા અને ડીઝલમાં 17 રૃપિયાનો ઘટાડો થયો છે.

ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે પેટા ચૂંટણીમાં પરાજય મળતા સરકારની ઊંઘ ઊડી ગઈ છે અને સરકારે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે.

જો સરકારી ઈચ્છે તો પેટ્રોલ અને ડીઝલની કિંમત 50 રૃપિયા થઈ શકે છે. સરકારે પેટ્રોલ અને ડીઝલનો જીએસટીમાં સમાવેશ કરવો જોઈએ.

દેશની પ્રજા છેલ્લા બે વર્ષથી મોંઘવારીનો માર સહન કરી રહી છે અને મહામારીમાં પણ સરકારે લોકોને લૂંટવામાં કંઈ બાકી રાખ્યું નથી.

આ ઉપરાંત સરકારે ઇન્ટરનેશનલ ભાવ મુજબ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ આપણું જોઈએ.

હાલમાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સો રૂપિયાથી ઓછી થઈ ગઈ છે. આજના ભાવની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 95.13 અને ડીઝલનો ભાવ 89.12 રૂપિયા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે.

તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.