પેટ્રોલ અને ડિઝલ હજી સસ્તુ થશે : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી

મિત્રો આપણે જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે સામાન્ય માણસનું બજેટ ખોરવાઇ ગયું છે.

સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવા માટે એકસાઈઝ ડયૂટીમાં ઘટાડો કર્યો છે.

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો તેના ભાવ ઘટી શકે છે.

નીતિન ગડકરીનું કહેવું છે કે જો પેટ્રોલ અને ડીઝલ પર જીએસટી લાગુ કરવામાં આવે તો તેના ભાવ તો ઘટશે જ પણ સાથે સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવકમાં પણ વધારો થશે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારનું સમર્થન મળ્યા પછી કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમન પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે પ્રયત્નો અવશ્ય કરશે.

પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો ઘણા રાજ્યો વિરોધ પણ કરી રહ્યા છે પરંતુ જો જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો ટેક્સ પણ ઘટી જશે અને કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકમાં પણ વધારો થશે.

આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલા GST કાઉન્સિલની બેઠક યોજાઇ હતી જેમાં પેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાંથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તો મિત્રો તમારું શું મંતવ્ય છે કે પેટ્રોલ અને ડીઝલનો જીએસટીના દાયરામાં સમાવેશ કરવો જોઈએ કે નહીં? કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.