એક ઝાટકે પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા થયુ સસ્તુ, સરકારની મોટી જાહેરાત

મિત્રો હાલમાં સમગ્ર દેશમાં મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે.

ત્યારે દેશમાં પહેલી વાર જ એક ઝાટકે કોઈ રાજ્ય દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં આટલી મોટી રાહત આપી હોય તેવી ઘટના બની છે.

ઝારખંડ સરકારે જાહેરાત કરી છે કે બીપીએલ કાર્ડ ધારકોને પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તુ આપવામાં આવશે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન એ જણાવ્યું છે કે 26મી જાન્યુઆરીથી જેટલા પણ બીપીએલ કાર્ડધારકો છે તેને 25 રૂપિયા સસ્તુ પેટ્રોલ-ડીઝલ આપવામાં આવશે.

જે લોકો પાસે બીપીએલ કાર્ડ છે તે પેટ્રોલ પંપે પોતાનું કાર્ડ બતાવીને આનો લાભ લઇ શકે છે.

આ યોજના માત્ર બીપીએલ કાર્ડ ધારકો માટે જ છે અને બાકીના લોકો એ તો જૂના ભાવે જ પેટ્રોલ ડીઝલ ખરીદવાનું રહેશે.

ઝારખંડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન દ્વારા સરકાર પાસેથી પેટ્રોલ-ડીઝલ પર વેટના દરમાં ઘટાડો કરવાની માંગણી કરવામાં આવી રહી હતી.

એસોસિએશન પેટ્રોલ ડીઝલ પર 5% વેટ ઘટાડો કરવાની માંગ કરી રહ્યું છે.

જો સરકાર વેટનો દર 22 ટકાથી ઘટાડીને 17% કરશે તો લોકોને મોટી રાહત મળશે.

એસોસિએશનના પ્રમુખ અશોક સિંહે જણાવ્યું કે ઝારખંડમાં 1350 પેટ્રોલ પમ્પ છે જે સીધા અઢી લાખથી વધુ પરિવારોને આજીવિકા પ્રદાન કરે છે.

ઊંચા વેટ દરથી આ વ્યવસાયને મોટી અસર થઇ રહી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.