પેટ્રોલ 66 રૂપિયા અને ડીઝલ 55 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળી શકે

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

વર્ષ 2014માં કાચા તેલની કિંમત કરતા અત્યારે કાચા તેલની કિંમત અડધી છે આમ છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તો શું છે આની પાછળનું મુખ્ય કારણ?

પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધવાનું મુખ્ય કારણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લગાવેલ ભારેખમ ટેક્સ છે.

છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર દિવસેને દિવસે ટેક્સમાં વધારો કરતી જાય છે જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચતા જાય છે.

મિત્રો જૂન 2014માં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માત્ર 49 રૂપિયા પ્રતિ લિટરના ભાવ પેટ્રોલ વેંચતી હતી જેમાં ડીલરનું માર્જિન, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના ટેક્સ સાથે પેટ્રોલની રીટેલ પ્રાઇસ 74 રૂપિયા પ્રતિ લીટર હતી જેમાં 66 ટકા માર્જિન ઓઇલ માર્કેટિંગ કંપનીનું હતું અને 34% ડીલર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારને ટેક્સના રુપમાં મળતું હતું.

જ્યારે અત્યારની વાત કરીએ તો પેટ્રોલ-ડીઝલના પ્રતિ લીટર ભાવ 100ને પાર પહોંચી ગયા છે ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને માત્ર 42 ટકા અને  ડીલર કમિશન, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારનો ટેક્સ વધીને 59 ટકાએ પહોંચ્યો છે.

મિત્રો પેટ્રોલમાં લાગતા ટેક્સમાં રાજ્ય સરકારની 2014 માં હિસ્સેદારી માત્ર 17 ટકા હતી જે વધીને 23 ટકાએ પહોંચી ગઈ છે.

જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર 2014 ની જેમ જ ટેકસ લાગુ કરે તો અત્યારે પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી ઘટીને 66 રૂપિયા પ્રતિ લિટર થઇ શકે છે.

ડીઝલમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી 2014માં 8 ટકા લાગતી હતી જે હાલમાં વધીને 35 ટકા પહોંચી ગઈ છે.

ડીઝલ પર પહેલાંની જેમ જ તમામ ટેક્સ લગાવવામાં આવે તો ડીઝલનો ભાવ પણ અત્યારે ઘટીને 55 રૂપિયા પ્રતિ લિટર થઇ શકે તેમ છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવા પાછળનું મુખ્ય કારણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવેલ ધરખમ ટેક્સ છે જેની સીધી જ અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.