પાવાગઢ મંદિરમાં મોદીએ કર્યું ધ્વજારોહણ!!

મિત્રો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પાવાગઢના મહાકાળી માતા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા છે. મિત્રો પાંચ સદી એટલે કે પાંચસો વર્ષ બાદ મંદિરના શિખર ઉપર ધજા ચડાવવામાં આવી હતી અને આ ધજા ચડાવીને પીએમ મોદીએ પોતાને ધન્ય ગણ્યા હતા.

આ ઉપરાંત આ સમયે સાક્ષાત્ ભગવાન તેમની સાક્ષી બન્યા હોય તેવી રીતે ધુમ્મસવાળા વાતાવરણ વચ્ચે વરસાદના અમીછાંટણા થયા પણ થયા હતા.

મિત્રો પાવાગઢ મંદિરના પગથિયાં ચડતી વખતે નરેન્દ્ર મોદીની ફિટનેસ દેખાવા લાગી હતી. ફીટ ઇન્ડિયાના પ્રણેતા વડાપ્રધાન યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી પગથીયા ચડીને મહાકાલી માતાના દર્શને પહોંચ્યા હતા.

આટલી ઉંમર હોવા છતાં ઉપર પહોંચ્યા પછી શ્વાસ પણ ચડ્યો ન હતો અને હાફ્યા પણ ન હતા ત્યારે ત્યાં હાજર તમામ લોકો તેમની સ્ફૂર્તિ જોઇને આનંદીત થઇ ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢના કાલિકા માતાના મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ કર્યું હતું.

પાવાગઢ વડાતળાવ ખાતે બનાવવામાં આવેલા હેલીપેડ ઉપર ઉતરીને સીધા જ પાવાગઢ મંદિર પરિસર જવા રવાના થયા હતા.

વરસાદની વચ્ચે પીએમ મોદી પાવાગઢના પગથીયા ચડી ગયા હતા, યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ અને ગતિથી મંદિરના પગથિયાં ચડીને માતાજીના દર્શને પહોંચી ગયા હતા અને મહાકાળી માતાના પૂજન-અર્ચન કરી આરતી પણ કરી હતી.

આપણે જાણીએ છીએ કે કાલિકા માતાના દર્શને આવતા શ્રદ્ધાળુઓ રોપવે મારફત મંદિર પરિસરમાં પહોંચ્યા પછી પણ માતાજીના દર્શન કરવા માટે પગથિયાં ચડીને જવું પડે છે.

તેવી જ રીતે વડાપ્રધાન પણ સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ પગથિયાં ચડીને મા મહાકાળીના દર્શને પહોંચ્યા હતા અને માતાના દરબારમાં આવી શીશ નમાવી આશિર્વાદ મેળવ્યા હતા.

આપણે મિત્રો જાણીએ છીએ કે પ્રધાનમંત્રી મોદી રોજ સવારે વહેલા ઊઠીને નિયમિત રીતે યોગ અને કસરત કરે છે. તેઓ દુનિયાના કોઈપણ ખૂણે હોય સવારે ઊઠીને કસરત કરવાનું ક્યારેય ભૂલતા નથી.

મિત્રો ફિટનેસની વાત કરીએ તો આજના યુવાનોની આ પણ તેમને હરાવી શકે તેમ નથી. તેઓ ભારતીય યોગના મોટા પ્રચારક છે અને તેના કારણે જ વિદેશોમાં યોગની સ્વીકૃતિ થઈ અને આજે વિશ્વના અનેક દેશો યોગ દિવસ ઉજવે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.