પાવાગઢના મંદિરમાં જોવા મળ્યો અદભૂત નજારો, જુઓ શું થયું?

નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે હમણાં માતાજીનો પર્વ એટ્લે કે નવરાત્રી પૂર્ણ થઈ ચૂકી છે અને ભાવિક ભક્તોએ આ નવરાત્રિ દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રયત્નો કર્યા હશે.

ખાસ કરીને નવરાત્રિમાં ગરબા રાસ રમીને લોકો માતાજીને પ્રસન્ન કરે છે અને તેની કૃપા મેળવે છે.

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે નવરાત્રીનું આયોજન કરવામાં મોકૂફ રાખવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે કોરોનાના કેસ માં ઘટાડો થતાં સરકાર દ્વારા નવરાત્રીની મંજૂરી આપવામાં આવી હતી જેમાં ખાસ કરીને શેરી ગરબામાં 400 વ્યક્તિ સુધી ભેગુ થવાની મંજૂરી આપી હતી.

એવું કહેવાય છે કે નવરાત્રિમાં માતાજી પોતાના ભક્તોને આશીર્વાદ આપવા માટે કોઈને કોઈ રૂપમાં આવે છે અને ભકતો પણ નવરાત્રિમાં રાસ ગરબા રમીને માતાજીને પ્રસન્ન કરવામાં લાગ્યા હોય છે.

ગુજરાત કોરોના હળવો થતાં આ વખતે પાવાગઢ માતાજીના મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં દૂરથી બધા ભાવિક ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. આ વખતે માત્ર દર્શન કરવાની છૂટ આપવામાં આવી હતી ગરબાનું કોઈ પ્રકારનું આયોજન કરવામાં નહોતું આવ્યું.

આ દરમિયાન પાવાગઢમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો જેનો બધા દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.

પાવાગઢ મંદિરના પરિસરમાં એક મહિલા પોતાની જીભ ઉપર તલવાર ફેરવતી હતી અને હાથમાં તલવાર લઈને ધુણતી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિલા માતાજીના દર્શન કરવા માટે મધ્યપ્રદેશથી આવી હતી અને મંદિરમાં જ પ્રવેશ કરતાં જ તેનામાં માતાજી આવી ગયા હતા અને ધુણવા લાગી હતી અને આસપાસના લોકો એમ પણ જણાવ્યું કે તે મહિલાએ બધા લોકોને સુખી રહેવાના આશીર્વાદ આપ્યા હતા.

આ મહિલાના શરીરમાં કોઈ એવી શક્તિ આવી ગઈ હતી જેને આપણે માતાજી આવ્યા હોય તેમ કહીએ છીએ તેના કારણે તે આ પ્રકારનું વર્તન કરતી હતી. જય માતાજી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.