માની ચુંદડી તમારું સંપૂર્ણ જીવન બદલી શકે છે, ચુંદડીને સ્પર્શ કરો તમારા બધા દુઃખ દૂર થઈ જશે!

મિત્રો માના આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી, માતાના આશીર્વાદ મેળવવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.

મિત્રો ભારતના પ્રધાનમંત્રીની વાત કરીએ તો તે જ્યારે તેમનાં માતા હીરાબાને મળવા આવે છે ત્યારે આશીર્વાદ મેળવે છે અને હીરાબા એ પણ તેના દીકરાને માથે તિલક લગાવી પાવાગઢના માતાજીની ચુંદડી તેને ભેટ આપી હતી. શું તમે જાણો છો કે આ પાવાગઢની ચુંદડી નું શું મહત્વ છે?

મિત્રો આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન મોદી માતાના મોટા ઉપાસક છે. પાવાગઢ માતાજીના શક્તિપીઠોમાંનું એક છે.

એવું માનવામાં આવે છે કે પાવાગઢમાં માતાજીનો જમણા પગનો અંગૂઠો પડયો હતો જેને કારણે તેનું નામ પાવાગઢ પડ્યું. આ સ્થળ ખૂબ જ પવિત્ર અને પૂજનીય છે.

ગુજરાતના વડોદરાથી લગભગ 50 કિલોમીટર દૂર પાવાગઢ આવેલું છે ત્યાં મહાકાળીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

આ મંદિર પર્વત ઉપર આવેલું છે અને ત્યાંનો નજારો પણ ખૂબ જ સુંદર છે. માતાજીનું મંદિર પહાડો પર હોવાને કારણે લોકો પર્યટનની દ્રષ્ટિએ પણ તેનો સુંદર અને કુદરતી નજારો જોવા માટે આવતા હોય છે.

નવરાત્રીના દિવસોમાં માતાના મંદિરે સીરીઝ અને રંગબેરંગી લાઇટો અને ફૂલોથી સંપૂર્ણ મંદિરને શણગારી દેવામાં આવે છે.

નવરાત્રીના સમય દરમિયાન પાવાગઢ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ ઉપરાંત માતાજીના દર્શન દરેક શારીરિક નબળા લોકો અને વૃદ્ધ લોકો કરી શકે તેટલા માટે રોપ-વેની પણ સુવિધા આપવામાં આવી છે.

પાવાગઢ સુધી પહોંચવા માટે ભક્તો ખાનગી વાહનો કે પછી બસની મદદથી વડોદરાથી પાવાગઢ પહોંચી શકે છે.

મિત્રો એવી માન્યતા છે કે માતા સતીના પિતા દક્ષે ભગવાન શંકરનું અપમાન કર્યું હતું અને તેનાથી દુઃખી થઇને માતા સતી યજ્ઞકુંડમાં કૂદીને પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો ત્યારબાદ મહાદેવ માતા સતીના દેહને લઈને સમગ્ર બ્રહ્માંડમાં ફર્યા હતા અને જ્યાં તેમના ટુકડા પડ્યા ત્યાં-ત્યાં આજે શક્તિપીઠ સ્થાપિત છે.

એવું કહેવાય છે કે પાવાગઢમાં મા સતીનો અંગૂઠો પડયો હતો. આ ઉપરાંત વિશ્વામિત્ર ઋષિ પણ અહીંયા આવ્યા હતા અને તેમણે મહાકાળીની દક્ષિણમુખી મૂર્તિની સ્થાપના કરી હતી.

પાવાગઢમાં માગશર મહિનાની શુક્લ પક્ષમાં મેળો ભરાય છે. એવું પણ કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા મનથી માનતા કરે છે તો તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

પાવાગઢ મંદિરની બહાર જે દુકાનો હોય છે કે જ્યાં માતાજીની મૂર્તિ, માતાજીની ચુંદડી, પ્રસાદ બધું મળતું હોય છે ત્યાં ખાસ કરીને લોકો માતાજીની ચુંદડીની ખરીદી કરતા હોય છે કેમકે કહેવાય છે કે માતાજીની ચુંદડી સાથે માતાના આશીર્વાદ રહેલા હોય છે અને તેને ઘરમાં રાખવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે એટલા માટે લોકો ચુંદડીની ખરીદી કરતા હોય છે.

મિત્રો તમે પાવાગઢવાળી મહાકાળીને માનો છો તો કોમેન્ટમાં જય માતાજી લખીને આ માહિતીને શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.