સુરતમાં બની ગ્રીષ્મા હત્યાકાંડ જેવી બીજી ઘટના : જાહેરમાં ત્રણ વખત ગોળી મારી કરી પત્નીની હત્યા

સુરતમાં સતત ક્રાઈમની ઘટનાઓ ઘટી રહી છે, હજુ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસનો મુદ્દો ઠંડો પણ નથી પડ્યો ત્યાં ફરી એક મહિલાની હત્યાની ઘટના સામે આવી છે.

આ કિસ્સામાં પત્નીથી અલગ રહેતા પતિએ અદાવતમાં આવી જઈને બાળકોની નજર સામે જ ફાયરિંગ કરીને હત્યાની કોશિષ કરી હતી.

આ ઘટનામાં પતિએ તેની પત્ની ઉપર એક પછી એક એમ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જે બાદ આ યુવકની દીકરીએ તેના પિતા સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતના કતારગામમાં બનેલી આ ઘટનામાં અખિલેશ નામના યુવકે તેની 15 વર્ષની દીકરી સામે તેની પત્ની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જે બાદ આરોપી પતિ નાસી છૂટયો હતો અને મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

લગ્ન કર્યા ત્યારબાદ શરૂઆતમાં બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું ત્યારબાદ અખિલેશ પત્ની પર શંકા રાખતો હતો જેનાથી તેની પત્ની કંટાળી ગઈ હતી.

જો તેની પત્ની કોઈ સગા સંબંધી કે મિત્રો સાથે વાત કરે તો પણ અખિલેશ પત્નીને બીજા સાથે આડા સંબંધ હશે તેવો વહેમ રાખતો હતો.

અને છેલ્લે પત્નીએ અખિલેશથી અલગ રહેવાનો નિર્ણય લીધો અને આજથી સાત વર્ષ પહેલાં બંને એકબીજાથી અલગ પણ થઇ ગયા હતા.

પત્ની અખિલેશ સાથેના લગ્નથી થયેલા બે બાળકો સાથે એકલી રહેતી હતી.

પત્નીને ભરણપોષણના કેસની લીધે અખિલેશ સુરત આવ્યો હતો અને બાદમાં અદાલતમાં તેની પત્ની ઉપર ફાયરિંગ કરી દીધું હતું અને આ સમગ્ર ઘટના તેના સંતાનોની નજર સામે જ બની હતી.

આ કેસમાં એવું પણ સામે આવ્યું છે કે પતિના ત્રાસ અને મારઝૂડથી કંટાળીને પત્નીએ અગાઉ બે વખત પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પો

લીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત આરોપી બંદૂક ક્યાંથી લાવ્યો તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.