ગાય, ભેંસ, બકરી, મરઘી માટે ખેડૂતોને મળશે ત્રણ લાખ રૂપિયા, જાણો કેન્દ્ર સરકારની નવી યોજના

સરકાર દ્વારા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બહાર પાડવામાં આવી છે જેમાં ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

દેશના ખેડૂતોને સરકાર આર્થિક મદદ કરવા માટે સતત પ્રયત્નો કરી રહી છે.

હવે સરકારે ખેડૂતોની આવક ડબલ કરવાના હેતુથી પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત કરી છે.

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ મોદી સરકાર દ્વારા ચાલતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનોનો એક ભાગ છે.

આ યોજનામાં વધુમાં વધુ ત્રણ લાખ રૂપિયા સુધીની રકમ ગાય, ભેંસ, બકરી અને મરઘી પાલન માટે આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત 1,60,000 રૂપિયા સુધીની રકમ લેવા માટે કોઈ ગેરન્ટીની જરૂર પડતી નથી.

આ યોજનાનો લાભ લાખો પરિવારોને મળશે કે જેમની પાસે દુધાળા પશુઓ છે અને તેમની ટેગિંગ કરવામાં આવી રહી છે.

ક્યા પશુ માટે કેટલા રૂપિયા મળી શકે?

ગાય માટે 40783 રૂપિયા પ્રતિ ગાય

ભેંસ માટે 60249 રૂપિયા પ્રતિ ભેંસ

ઘેટા બકરા માટે 4063 રૂપિયા પ્રતિ ઘેટા બકરા

મરઘી માટે 720 રૂપિયા પ્રતિ મરઘી

જરૂરી દસ્તાવેજો:

  • અરજી કરનાર વ્યક્તિ હરિયાણાનો નિવાસી હોવો જોઈએ.
  • અરજી કરનારનું આધારકાર્ડ, પાનકાર્ડ અને ચુંટણીકાર્ડ હોવું જોઈએ.
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ પશુપાલકોને માત્ર ચાર ટકા વ્યાજે લોન આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર તરફથી વ્યાજમાં ત્રણ ટકાની છૂટ આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત દેવાની રકમ વધુમાં વધુ ત્રણ લાખ રૂપિયા સુધીની રહેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.