કોરોના હાહાકાર : 15 જાન્યુઆરી સુધી લાગ્યું આંશિક લોકડાઉન, જાણો શું રહેશે બંધ!

મિત્રો સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારત દેશમાં પણ દિવસેને દિવસે કેસો વધી રહ્યા છે.

ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં રાજ્ય સરકારે ફરીથી કડક પ્રતિબંધ લાગુ કર્યા છે.

રાજ્ય સરકારે તમામ પ્રતિબંધ 3 જાન્યુઆરીથી 15  જાન્યુઆરી સુધી લાગુ કર્યા છે.

આંશિક Lockdown દરમિયાન આ પ્રવૃત્તિઓ પર રહેશે પ્રતિબંધ:

રાજ્યની તમામ સ્કુલ કોલેજ યુનિવર્સિટી બંધ રહેશે.

બ્રિટનથી આવનારી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

સ્વિમિંગ પૂલ, સ્પા, જીમ, બ્યુટી પાર્લર, સલૂન અને વેલનેસ સેન્ટર બંધ રહેશે.

તમામ એન્ટરટેનમેન્ટ પાર્ક, ચિડિયાઘર, પર્યટક સ્થળ બંધ રહેશે.

લગ્ન સમારોહમાં 50 લોકોથી વધારે પરવાનગી નથી આપવામાં આવી અને અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકોને સામેલ કરવાની પરવાનગી રહેશે.

પ્રતિબંધો વચ્ચે આટલી રહેશે છૂટછાટ:

રાજ્યમાં રાતના 10 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

લોકલ ટ્રેન સાંજ  7 સુધી 50 ટકાની ક્ષમતા સાથે ચાલશે.

તમામ શોપિંગ મોલ અને માર્કેટ રાતના દસ વાગ્યા સુધી અડધી ક્ષમતાની સાથે ખુલ્લા રહેશે.

સરકારી અને પ્રાઇવેટ બંને ઓફિસ 50 ટકા સ્ટાફની સાથે કામ કરી શકશે.

સિનેમા હોલ અને થિયેટર્સ પણ 50 ટકા ક્ષમતાની સાથે ખોલી શકાશે.

એક સમયે વધારેમાં વધારે 200 વ્યક્તિઓની સાથે મિટિંગ અને કોન્ફરન્સ કરવાની છૂટ આપવામાં આવી છે.

બાર અને રેસ્ટોરન્ટ 50% ની ક્ષમતા સાથે રાતના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

મિત્રો આવી રીતના પશ્ચિમ બંગાળમાં કોરોનાના પગલે 3 જાન્યુઆરીથી ૧૫ મી જાન્યુઆરી સુધી આંશિક Lockdown લાગુ કરવામાં આવ્યું છે.

મિત્રો તમારું શું મંતવ્ય છે કે ગુજરાતમાં પણ કડક પ્રતિબંધ લાગુ થવા જોઈએ કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.