મજા બની સજા ! પેરાશૂટનું દોરડું તૂટતા પતિ-પત્ની પડ્યા દરિયામાં, હૃદય કઠણ હોય તો જ જોજો આ વીડિયો !!

મિત્રો આપણે જાણીએ છીએ કે આ વર્ષે લોકો દિવાળીના તહેવારોમાં ફરવા માટે ઉમટી પડ્યા છે.

છેલ્લા બે વરસથી લોકડાઉનને કારણે લોકો હરીફરી શક્યા ન હતા જેથી આ વર્ષે લોકો પ્રવાસની અને વેકેશનની મજા માણી રહ્યા છે.

ખાસ કરીને ગુજરાતના લોકો હરવા-ફરવાના શોખીન હોય છે અને આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, દ્વારકા વગેરે જેવા સ્થળોએ ઉમટી પડ્યા હતા.

જ્યારે પણ આપણે ફરવા જઇએ છીએ ત્યારે અલગ-અલગ સાહસિક પ્રવૃતિઓ કરતા હોઈએ છીએ.

આ વર્ષે એક એવી જ ઘટના ગુજરાતના દીવમાં બની હતી.

દીવ ફરવા આવેલું એક દંપતી નાગવા બીચ ઉપર પેરાસેઈલિંગની મજા માણી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ પેરાશૂટ નું દોરડું તૂટી જતા બંને દરિયામાં પડ્યા હતા તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

મિત્રો આ વીડિયોમાં જોઇ શકાય છે કે નાગવા બીચના પામ એડવેન્ચર પર એક યુગલ પેરા સેઈલિંગની મજા માણી રહ્યું છે.

આ એડવેન્ચરમાં દોરડાનો એક છેડો પેરાશૂટ સાથે અને બીજો છેડો બોટ સાથે બાંધેલો હોય છે.

જ્યારે આ પેરાશૂટ હવામા ઊંચું જાય છે ત્યારે એક મિનિટ સુધી તો કોઈ પ્રકારનો પ્રૉબ્લેમ નથી આવતો પરંતુ ત્યારબાદ અચાનક જ દોરડું તૂટી જાય છે.

દોરડુ તૂટી જવાથી પેરાશૂટમાં બેઠેલુ આ દંપતી નીચે પડવા લાગે છે અને થોડી જ ક્ષણોમાં બંને દરિયામાં જઈને પડે છે.

દોરડું તૂટતાની સાથે જ બોટમાં બેઠેલા ભાઈએ રાડારાડ કરી મૂકી પરંતુ બોટ ઓપરેટરે જણાવ્યું કે કઈ ચિંતા કરવાની જરૂર નથી, કંઈ નહીં થાય કેમ કે તેમની પાસે લાઈફ જેકેટ છે.

આ બંને વ્યક્તિ પાસે લાઈફ જેકેટ હોવાને કારણે તેઓ દરિયાના પાણીમાં ડૂબ્યા નહીં અને કોઈ પણ પ્રકારની ઈજા પણ ના થઇ. એક બોટ દ્વારા તેમને દરિયામાંથી દરિયાકિનારે લાવવામાં આવ્યા.

દરિયાકિનારે આવતાની સાથે જ આ દંપતી રાઈડના કર્મચારીઓ ઉપર આક્ષેપો કરવા લાગ્યા ત્યારે કર્મચારીઓએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે દંપતીને જ ધમકાવ્યા જેથી આ વિવાદ નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યો.

મળતી માહિતી પ્રમાણે આ દંપતી દ્વારકાનું રહેવાસી છે જેમાં મહિલા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.

શિક્ષિકાના પતિએ કહ્યું કે લાઈફ જેકેટ હતા એટલે અમે બચી ગયા પરંતુ મારી પત્ની સૂનમૂન થઈ ગઈ અને કેટલીક ક્ષણો સુધી બોલી પણ ના શકી.

મિત્રો જે પણ પ્રવાસન સ્થળો હોય છે ત્યાં આવી મોટી રાઈડ અથવા અન્ય એડવેન્ચર એક્ટિવિટી માટે સુરક્ષાની કાળજી રાખવામાં આવતી હોય છે પરંતુ આવી ઘટના ક્યારેક બનતી હોય છે.

દીવમાં આ પ્રકારનો બનાવ પહેલી વાર બન્યો હતો. એટલા માટે તમે પણ જ્યારે વેકેશન કે અન્ય રજાઓમાં ફરવા જાવ છો અને આવી કોઈ એડવેન્ચરને લગતી પ્રવૃત્તિઓ કરો છો તો સેફટીનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ.

મિત્રો આ વર્ષે તમે પણ વેકેશનમાં કોઈક ને કોઈક જગ્યાએ ફરવા તો ગયા જ હશો. તમે ફરવા ગયા તેમાંથી તમને કયા સ્થળે બહુ જ મજા આવી તે સ્થળનું નામ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.