મોટું એલાન / ખેડૂતોનું દેવું માફ : નવા મુખ્યમંત્રીની મોટી જાહેરાત

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં મોટાભાગના રાજ્યોમાં મુખ્યમંત્રી બનવાની પ્રક્રિયા ચાલુ છે અને આવી જ એક પ્રક્રિયા પંજાબમાં પણ જોવા મળે છે ત્યાં પણ મુખ્યમંત્રીને બદલાવવામાં આવ્યા છે.

મિત્રો પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ જ્યારથી મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું છે ત્યારથી ખેડૂતલક્ષી જાહેરાતો કરી રહ્યા છે.

મિત્રો સીએમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂતો નું દેવું 25000 રૂપિયા સુધીનું છે તેમનું દેવું રાજ્ય સરકાર ભરપાઇ કરશે એટલે કે 25 હજાર રૂપિયાનું દેવું માફ કરી દેવામાં આવ્યું છે અને આ જાહેરાતથી ખેડૂતોને મોટી રાહત મળશે.

મિત્રો આ જાહેરાત કરી તેની પહેલા સીએમ ચન્નીએ વીજળી બિલ ઉપર પણ મોટી જાહેરાત કરી હતી. કેબિનેટ મિટિંગ બાદ સીએમ ચન્નીએ એલાન કર્યું કે રાજ્યમાં ૧૨૦૦ કરોડથી વધારે વીજળી બિલ માફ કરાઈ રહ્યા છે, આ રકમ સરકાર ચૂકવશે.

આ યોજનાનો ફાયદો પંજાબના 53 લાખ પરિવારોને થવાનો છે અને તેમણે એમ પણ જણાવ્યું કે કપાયેલ વીજ કનેક્શન છે તે પણ ફરીથી ચાલુ કરી દેવામાં આવશે.

મિત્રો આ સાથે આમ આદમી પાર્ટીએ પણ પંજાબ સહિત અનેક રાજ્યોમાં જાહેરાત કરી છે કે જો તેમની સરકાર આવશે તો લોકોને 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવામાં આવશે.

મિત્રો જે રીતે પંજાબમાં ખેડૂતોનું દેવું માફ થયું તેવી જ રીતે ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહિ? તમારો અભિપ્રાય કોમેન્ટ અવશ્ય કરજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.