આજના મુખ્ય સમાચાર : લગ્ન પ્રસંગ પ્રતિબંધ અને પાનનાં ગલ્લા થશે બંધ ! જાણો નવા નિયમો

લોકડાઉન દરમિયાન તમાકુ, પાન-મસાલા, સિગારેટ, ગુટકા સહિતની વસ્તુના વ્યસનીઓ માટે ખૂબ જ કફોડી સ્થિતિ સર્જાઇ હતી.

આ સમય દરમિયાન બેફામ કાળાબજારી શરૂ થઈ ગઈ હતી અને 5 રૂપિયામાં મળતી પડીકીઓ 50 રૂપિયામાં વેચાવા લાગી હતી અને મસાલા પણ બે થી ત્રણ ગણા ભાવથી વેચાઈ રહ્યા હતા.

જોકે લોકડાઉન ખુલ્યા બાદ સ્થિતિ સામાન્ય થઇ ગઇ હતી પરંતુ કાળાબજારનું લોહી ચાખી ગયેલા હોલસેલ વેપારીઓ અને ગલ્લા ધારકોએ સ્થિતિ સામાન્ય થઇ ગઇ હોવા છતાં પણ વસ્તુના ભાવ એમઆરપી કરતા પણ વધારે લેવાનું ચાલુ રાખ્યું હતું.

ગ્રાહકો દ્વારા મોટા પ્રમાણમાં ફરિયાદો મળવાને કારણે સરકારના તોલમાપ વિભાગ દ્વારા આવા અનેક ગોડાઉન અને પાનના ગલ્લા ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત તમામ માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો જેને કારણે હાલમાં સિગરેટના વધારે ભાવ વસૂલી રહેલા ગલ્લા ધારકોમાં ફફડાટ ફેલાયો છે.

પાનના ગલ્લા ધારકો અને હોલસેલ ધારકોમાં આ સમાચાર આગની ઝડપે ફેલાઈ ચૂક્યા છે જેને કારણે હવે સ્થિતિ કાબુમાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.

આપણે જાણીએ છીએ કે લગ્નની સિઝન ચાલી રહી છે અને સાથે સાથે કોરોનાનું સંક્રમણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લગ્ન પ્રસંગ અને અન્ય કાર્યક્રમો માટે પ્રતિબંધો જાહેર કર્યા છે.

લગ્ન પ્રસંગમાં પણ ખુલ્લા મેદાનમાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.

લગ્ન પ્રસંગ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની ફરજીયાત રહેશે.

આ નવી ગાઇડલાઇન 12 જાન્યુઆરી 2022 થી 22 જાન્યુઆરી 2022 ના સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.