લોકડાઉન લાગે કે ના લાગે પાનના ગલ્લા થશે બંધ! સરકારની કડક કાર્યવાહી શરૂ

મિત્રો ગુજરાતમાં ગયા વર્ષે લોકડાઉનમાં પાન મસાલાના રસિકોને ખૂબ ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.

કેમકે લોકડાઉન દરમિયાન તમાકુ, પાન-મસાલા, સિગારેટ, ગુટકા સહિતની વસ્તુના વ્યસનીઓ માટે ખૂબ જ કફોડી સ્થિતિ સર્જાઇ હતી.

આ સમય દરમિયાન બેફામ કાળાબજારી શરૂ થઈ ગઈ હતી અને 5 રૂપિયામાં મળતી પડીકીઓ 50 રૂપિયામાં વેચાવા લાગી હતી અને મસાલા પણ બે થી ત્રણ ગણા ભાવથી વેચાઈ રહ્યા હતા.

જોકે લોકડાઉન ખુલ્યા બાદ સ્થિતિ સામાન્ય થઇ ગઇ હતી પરંતુ કાળાબજારનું લોહી ચાખી ગયેલા હોલસેલ વેપારીઓ અને ગલ્લા ધારકોએ સ્થિતિ સામાન્ય થઇ ગઇ હોવા છતાં પણ વસ્તુના ભાવ એમઆરપી કરતા પણ વધારે લેવાનું ચાલુ રાખ્યું હતું.

ગ્રાહકો દ્વારા મોટા પ્રમાણમાં ફરિયાદો મળવાને કારણે સરકારના તોલમાપ વિભાગ દ્વારા આવા અનેક ગોડાઉન અને પાનના ગલ્લા ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.

સરકારી અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ગોડાઉન અને પાનના ગલ્લા પર દરોડા પાડવાનું મુખ્ય કારણ સિગરેટ ઉપર ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્વાસ્થ્યને લગતી યોગ્ય ચેતવણીનો અભાવ અને એમ.આર.પી. કરતાં વધુ નાણાં વસુલતા હોવાની મળતી ફરિયાદોને કારણે સરકારે દરોડા પાડયા હતા.

આ અંતર્ગત 85 હજાર જેટલા પાન પાર્લર અને હોલસેલ વેપારીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત પ્રોડક્ટ ઉપર છપાયેલી કીમત સાથે છેડછાડ કરીને વધારે કિંમત વસૂલવા અને બીજા ઘણા બધા નિયમોના ઉલ્લંઘન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત તમામ માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો જેને કારણે હાલમાં સિગરેટના વધારે ભાવ વસૂલી રહેલા ગલ્લા ધારકોમાં ફફડાટ ફેલાયો છે.

પાનના ગલ્લા ધારકો અને હોલસેલ ધારકોમાં આ સમાચાર આગની ઝડપે ફેલાઈ ચૂક્યા છે જેને કારણે હવે સ્થિતિ કાબુમાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.