પાખંડી ભૂવાએ તાંત્રિક વિધિના નામે યુવતી સાથે કર્યું કંઈક આવુ, જુઓ વિડિયો

મહીસાગરના લુણાવાડાના કોલવણ ગામમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં 19 વર્ષની એક યુવતી ગુમ થઈ ગઈ છે.

આ યુવતી ગૂમ થયા બાદ તેના પરિવારે ગરિયા ગામના ભુવા ઉપર આક્ષેપ કર્યો છે.

આ ગામનો ભુવો છેલ્લા બે વર્ષથી તાંત્રિકવિધિના નામે લોકોને ભેગા કરતો હતો અને આ યુવતી પણ તાંત્રિક વિધિ બાદ ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ભૂવાએ તાંત્રિક વિધિ કરીને યુવતીને ગુમ કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

આ યુવતી ગૂમ થયા બાદ પરિવાર દ્વારા ભુવા વિરૂદ્ધ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલો મીડિયામાં આવતા એવું સામે આવ્યું છે કે યુવતી અને ભુવા એ કોર્ટ મેરેજ કરી લીધા છે અને આ યુવતીએ મરજીથી લગ્ન કર્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે.

યુવતીના પિતા દેવાભાઈ સોમાભાઈ પટેલ દ્વારા લુણાવાડા પોલીસ મથકે 25 ડિસેમ્બરના રોજ પોતાની પુત્રી ગુમ થયાની અરજી કરવામાં આવી હતી.

જેમાં જણાવવામાં આવ્યું હતું કે પટેલ ધર્મેશ ભીખા ભાઈ રહેઠાણ ગરીયા જે અમારા ઘરે એકાદ મહિના અગાઉ અમારા કાકા ના ઘરે તેમને મેલડીમાતાજીની આવે છે અને માતા મેલડી નો સાક્ષાત પરચો આવે છે તેમ કહી તેઓ મેલડીને ધુણવાનો કાર્યક્રમ રાખેલ હતો.

ત્યાર પછી એકવાર તાંત્રિક વિધિ પણ કરવામાં આવી હતી તે દરમિયાન યુવતીને માતાજી સારી નોકરી અપાવશે તેમ કહીને તેના પર તાંત્રિક વિધિ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ધર્મેશ પટેલ ભુવાજી ગરિયા ગામે દર રવિ, મંગળ અને ગુરુવારે મોટી સંખ્યામાં લોકો એકત્રિત કરીને તાંત્રિક વિધિના બહાને લોકો પાસેથી મોટા પ્રમાણમાં પૈસા ઉઘરાવે છે.

હાલ આ યુવતી જીવે છે કે પછી કોઈ તાંત્રિક વિધિ માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે તે તેનો પરિવાર પણ જાણતો નથી અને બધા આરોપો આ ભુવાજી ઉપર લગાવી રહ્યો છે અને આ પાખંડી ભુવાજી ને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ માગણી કરવામાં આવી છે.

દરેક ગુજરાતીના મનમાં આ ઘટનાને ધ્યાનમાં રાખીને ઉઠતા સળગતા સવાલો:

  • એકવીસમી સદીમાં પણ લોકો કેમ કરે છે તાંત્રિક પર વિશ્વાસ?
  • અનેક તાંત્રિકોના કિસ્સા સામે આવ્યા બાદ પણ કેમ ઉઘડતી નથી લોકોની આંખો?
  • તાંત્રિકો પાસે જવાની શું કામ પડે છે જરૂર?
  • તાંત્રિકો માત્ર મહિલાઓને ટાર્ગેટ કરતા હોવા છતાં કેમ મૂકવામાં આવે છે તેના પર આંધળો વિશ્વાસ?

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.