સૌરાષ્ટ્રના ડેમનો પાળો તૂટ્યો, 6000 લોકોના જીવ જોખમમાં, જુઓ વિડિયો

મિત્રો સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે જેને કારણે નદી-નાળાઓ ચેકડેમો ભરાઈ ચૂક્યા છે.

સૌરાષ્ટ્રના મોટા મોટા ડેમો પણ ઓવરફલો થઇ ગયા છે અને પાણીની વધારે આવક થવાને કારણે દરવાજા પણ ખોલવાનો વારો આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં આવેલા જુદા જુદા વિસ્તારોમાં ડેમો અને નદીનાળા છલકાઈ ગયા છે અને કુલ છ હજાર કરતાં વધારે ગામોને હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેને કારણે આ બધા લોકોના જીવ જોખમમાં છે.

જૂનાગઢનો ડેમ ઓવરફલો થતા ત્રણ તાલુકાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે એટલે કે કુલ ચાર હજારથી લઈને પાંચ હજાર લોકોની વસ્તી ધરાવતા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેને કારણે લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

જૂનાગઢના આણંદપુર પાસે ઓજત ડેમ આવેલો છે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમની સ્થિતિ લેવલ કરતા વધી ગઇ છે.

પાણીની આવક વધારે છે જ્યારે જાવક ઓછી છે જેને કારણે ડેમ ઓવરફ્લો થયો છે અને વોર્નિંગ બેલ પણ વાગી ગયો છે જેને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

હાલમાં મળતી માહિતી પ્રમાણે જુનાગઢ પંથકમાં મુશળધાર વરસાદને કારણે ઓજત નદી ઉપર બનાવેલો પાળો તૂટી ગયો છે અને તેના પાણી સમગ્ર આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે.

જૂનાગઢની મહત્વની ગણાતી આ ઓજત નદી ઉપર અને શહેરના વરસાદને કારણે બે કાંઠે વહેતી થઇ ગઇ હતી અને સવારે જ ઓજત ડેમના 12 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં સુત્રાપાડા, ગીર સોમનાથ, કોડીનાર, ઉના સહિતના અનેક વિસ્તારોમાં 10 થી 20 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને હાલમાં પણ મેઘ તાંડવ યથાવત્ છે.

જુઓ વિડીયો :

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.