સાવધાન: માત્ર એક ફોન કોલ ખાલી કરી શકે છે તમારૂ બેંક ખાતુ, બચવા માટે આટલું અવશ્ય કરો

મિત્રો આજના જમાનામાં લોકો સ્માર્ટ થઇ ગયા છે એટલે કે દરેક કાર્ય ડિજિટલ રીતે કરી રહ્યા છે.

હાલના સમયમાં મોટાભાગના લોકો પોતાના બેંકનો વહીવટ મોબાઈલ દ્વારા જ કરે છે.

આવી પરિસ્થિતિમાં ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે કેમકે આનો સીધો જ ફાયદો સાયબર ગુનેગારો ઉઠાવી રહ્યા છે.

આવી પરિસ્થિતિમાં બચવા માટે લોકોએ શું શું કરવું જોઈએ તેની આપણે વાત કરીશું. છેતરપિંડીની ઘણી બધી પદ્ધતિઓ હોય છે જેમાંની એક પદ્ધતિ છે વિશિંગ પદ્ધતિ.

આજે આપણે જાણીશું આ વિશિંગ પદ્ધતિ શું છે? અને તેનાથી બચવાના ઉપાયો.

વિશિંગ ગુનેગાર ફોન કોલ દ્વારા તમારી પાસેથી અંગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે જેમાં ખાસ કરીને યુઝર આઈડી, લોગીન અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડ, OTP (વન-ટાઇમ પાસવર્ડ), યુનિક રજીસ્ટ્રેશન નંબર, ATM Card PIN, ગ્રીનકાર્ડ વેલ્યુ, CVV અથવા અન્ય કોઇ વ્યક્તિગત વિગતો જેવી કે જન્મતારીખ, માતા-પિતાનું નામ વગેરે પૂછી શકે છે.

જ્યારે ગુનેગાર કોલ કરે છે ત્યારે તે બેંક વતી હોવાનો દાવો કરે છે અને ફોન ઉપર ગ્રાહકો પાસેથી તેમની અંગત અને નાણાકીય વિગતો મેળવવાનો પ્રયાસ કરે છે.

જો તમે ફોન ઉપર આ બધી માહિતી આપો છો તો તમારું ખાતું માત્ર મિનિટની અંદર જ ખાલી થઈ જશે.

આવું ના થાય એના માટે તમારે આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે:

બેંક ક્યારેય કોલ કરીને તેના ગ્રાહકો પાસેથી બેન્ક વિશેની કે કોઈ અંગત માહિતી માંગતી નથી એટલા માટે આવા કોલથી સાવધાન રહેવું.

જો કોલ કરીને તમારી પાસેથી આવી માહિતી માંગે તો તમારે આ પ્રકારની કોઈ માહિતી આપવાની નથી અને શક્ય હોય તો જલ્દી બેંકનો સંપર્ક કરવો.

ફોન ઉપર મેસેજ દ્વારા કે ટેલીફોન નંબર પર તમારી વ્યક્તિગત અથવા ખાતાની વિગતો ક્યારેય ન આપો.

જે નંબરથી કોલ આવ્યો હોય તેના પર ફરીથી કોલ પણ ના કરશો આ ઉપરાંત આ પ્રકારના ઇમેઇલ કે મેસેજને રીપ્લાય આપશો નહીં.

જ્યારે કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે તો સૌ પ્રથમ તમારે ચેક કરવુ જોઈએ કે આ નંબર બેન્કનો છે કે નહીં જેના માટે તમારા ક્રેડિટ કાર્ડ અથવા બેક સ્ટેટમેન્ટની પાછળ નંબર આપેલો હોય છે તેના પર ફોન કરીને પણ તમે નંબરની ખરાઇ કરી શકો છો.

આ ઉપરાંત જો તમારી વ્યક્તિગત અથવા ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડને સંબંધિત માહિતી માંગતો એસએમએસ આવે અથવા કોલ આવે તો તમારે કોઈ માહિતી આપવાની નથી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.