ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર : આ તારીખથી શરૂ થશે નવું સત્ર, શિક્ષણ વિભાગની મોટી જાહેરાત

ગુજરાત રાજ્યમાં વિદ્યાર્થીઓના ઓનલાઈન શિક્ષણને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં આગામી નવું સત્ર સાત જૂનથી શરૂ થશે આ સાથે ધોરણ 3 થી લઈને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ ક્લાસની પણ જાહેરાત કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોનાની આ સ્થિતિને કારણે કોઈપણ વિદ્યાર્થીને શાળાએ બોલાવવામાં નહીં આવે. પ્રાથમિક-માધ્યમિક અને ઉ.માધ્યમિક એમ ત્રણેય શાળાઓમાં નવા સત્રથી આ સૂચનાનું પાલન કરવાનું રહેશે અને જ્યાં સુધી આગામી સૂચના મળે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ જ આપવામાં આવશે.

  • ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કઈ રીતે અપાશે માર્કસ?

ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે તેમનું રીઝલ્ટ કઈ રીતે તૈયાર કરવું અને કઈ રીતે માર્ક્સ આપવા તે માટે કમિટીની જાહેરાત કરવામાં આવી હતી અને આની અંદર એક પદ્ધતિ જાહેર કરવામાં આવી છે અને આ પદ્ધતિ મુજબ ધોરણ 10 ના વિદ્યાર્થીઓના પાસ કરવામાં આવશે. આ પદ્ધતિની અંદર બે ભાગમાં માર્ક્સ આપવામાં આવશે જેમાં પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મૂલ્યાંકન કરાશે જે કુલ ૨૦ માર્કસનું હશે તો બીજા ભાગમાં ૮૦ ગુણનું મૂલ્યાંકન કરાશે.

દરરોજ નવા નવા સમાચાર જોવા માટે ફેસબુક પેઇઝ ને લાઇક અને ફોલો અવશ્ય કરો અને પોસ્ટને શેર કરો.