સુરતમાં વધુ એક દુઃખદ ઘટના ઘટી, 12 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ કરાય હત્યા

મિત્રો સુરતમાં બનેલી ગ્રીષ્મા હત્યા કેસ વિશે આપણે બધા જાણીએ છીએ.

સુરતના પાસોદરા વિસ્તારમાં રહેતી ગ્રીષ્મા વેકરીયાની કોલેજમાં સાથે ભણતા ફેનીલ પંકજ ગોયાણી નામના યુવકે ગળે છરી મારીને હત્યા કરી નાખી હતી.

ગ્રીષ્માની હત્યા તેની માતા અને ભાઈની નજર સામે જ કરવામાં આવી હતી જે ઘટના બાદ યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

જોકે હજુ આ કેસમાં તો લોકો ન્યાયની માગણી કરી રહ્યા છે ત્યારે વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે.

સુરતમાં એક માસૂમ ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે પલસાણા તાલુકાના જોળવાના પરપ્રાંતીય વિસ્તારમાં સાહિબા મિલની સામે આવેલ એક બિલ્ડીંગમાં બે દીકરી તેના માતા-પિતા સાથે રહેતી હતી.

જેમાં ગયા રવિવારે બાળકીના માતા-પિતા કામ પર બહાર હોવાથી બંને બહેનો ઘરે એકલી જ હતી જેમાં નાની બહેન પણ કોઈ કામે બહાર ગઈ હોવાથી 12 વર્ષની એક બાળકી ઘરમાં એકલી જ હતી.

જેનો મોકો જોઈને એક નરાધમ યુવકે તે 12 વર્ષની બાળકીનો બિલ્ડીંગના બીજા મકાનમાં લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં બાળકીને બેભાન અવસ્થામાં મૂકી ને દરવાજે તાળુ મારીને નરાધમ ત્યાંથી નાસી છૂટયો હતો.

સાંજે બાળકીના માતા-પિતા ઘરે આવતા તેની શોધખોળ ચાલુ કરી.

આ દરમિયાન એક અન્ય બાજુના રૂમને તાળું મારેલું નજરે પડતા પરિવારે રૂમનું તાળું તોડીને અંદર ગયા તો જોયું કે બાળકી લોહીલુહાણ હાલતમાં પડી હતી.

ત્યાર બાદ બાળકીને સારવાર માટે ચલથાણની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જોકે ત્યાં સુધી મોડું થઈ જતાં બાળકીનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યુ અને ત્યાર બાદ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનામાં પરિવાર અને આસપાસના લોકોના જણાવ્યા અનુસાર બે શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસે ધરપકડ કર્યા બાદ પૂછપરછ પણ કરી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.