ચમત્કાર / હનુમાન દાદાનો અવતાર? બાળક પૂંછડી સાથે જન્મયુ, સંતોએ કહ્યું આ છે “સાક્ષાત હનુમાનજી”

મિત્રો આપણી આસપાસ ઘણી વખત એવી અજુગતી અથવા અનોખી વસ્તુઓ અને ઘટનાઓ બનતી હોય છે જેને લોકો જલ્દી જ શ્રદ્ધા કે અશ્રદ્ધામાં ગણતરી કરી નાખતા હોય છે.

મિત્રો હાલમાં નેપાળના એક યુવક સાથે પણ આવું જ બન્યું છે જેમાં તેની પીઠના નીચેના ભાગમાં વાળ એટલા બહાર આવ્યા કે તે લટકવા લાગ્યા અને હવે તે વાળનો ચોટલો બની ગયો જેણે પૂછડાનું રૂપ ધારણ કર્યું છે.

હવે આ બાળકને ભગવાન સાથે જોડી દેવામાં આવી રહ્યો છે. એક અહેવાલ મુજબ નેપાળમાં રહેતો 16 વર્ષનો દિશાંત સામાન્ય માણસ જેવો જ દેખાય છે પરંતુ જ્યારે લોકો તેની પીઠ જુએ છે તો લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

દીશાંતની પીઠના નીચેના ભાગમાંથી પૂંછડી બહાર આવી છે જેની લંબાઈ 70 સેન્ટીમીટર થઈ ગઈ છે.

આ પુછડીને જોઈને ડોક્ટરો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. આ પૂંછડી જે કરોડરજ્જુના સૌથી નીચેના હાડકાના કોશિકામાંથી ઉદ્ભવી હતી જેના જન્મનાં લગભગ પાંચ દિવસ પછી દિશાંતના માતા-પિતાએ જોઈ હતી.

એક વેબસાઇટના અહેવાલ પ્રમાણે જ્યારે તેને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યો ત્યારે માતા-પિતાને ખબર પડી કે તેની પીઠના નીચેના ભાગમાં પુછડી છે.

ત્યારબાદ ઘણા ડોક્ટરોને બતાવ્યું પરંતુ કોઈ સમજી શક્યું નહીં કે આ પૂંછડી જેવા વાળ કેવી રીતે ઉગ્યા??

ત્યારબાદ પૂજારીઓને પણ બતાવવાનું શરૂ કર્યું અને પૂંછડી જોતાં જ પૂજારીએ દીશાંતને ભગવાન હનુમાનજીનો અવતાર કહ્યું.

અને પૂજારીએ પૂંછડીને કાપવાની ના પાડી અને તેને વધારવાની સલાહ આપી.

હાલમાં દિશાંતની પુછડી 70 સેન્ટીમીટર સુધી લાંબી છે. શરૂઆતમાં તે લોકોની સામે પોતાની પૂંછડી બતાવવામાં ખૂબજ શરમાતો હતો પરંતુ હવે તે બિલકુલ શરમાતો નથી.

યુવકનો વિડિયો  YouTube ઉપર જોવા મળે છે અને લોકલ મીડિયા દ્વારા પણ તેને ઘણી વખત કવર કરવામાં આવ્યો છે.

નેપાળમાં આ એવી પહેલી ઘટના નથી કે જે મનુષ્ય સાથે જોડાયેલી અને આશ્ચર્યજનક હોય.

મિત્રો નેપાળથી વિશ્વનો સૌથી નાનો વ્યક્તિ પણ હતો જેનું નામ ખગેન્દ્ર થાપા મગર હતું જેની ઊંચાઈ માત્ર બે ફૂટ અને 2.41 ઇંચ હતી. વર્ષ 2020માં 27 વર્ષની વયે તેમનું અવસાન થયું.

મિત્રો આ પૂંછડી ધરાવતા યુવાન વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.