પૃથ્વી તરફ આવી રહ્યો છે ભયંકર એસ્ટરોઇડ, આ તારીખે પૃથ્વી ઉપર ત્રાટકશે, વિશ્વભરમાં એલર્ટ જાહેર

મિત્રો અવકાશી દુનિયા ઘણા બધા રહસ્યોથી ભરપૂર છે. તેના વિશે જેટલુ જાણીએ તેટલું ઓછું છે.

અવકાશમાં લાખો એસ્ટરોઇડ વિખેરાઇને છુટા પડે છે. કેટલાક એસ્ટરોઇડ આકાશમાં આમતેમ ફરતા રહે છે તો કેટલાક એસ્ટરોઇડ પૃથ્વી તરફ પણ આવે છે.

પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરતાંની સાથે જ નાના કદના એસ્ટરોઇડ હોય તો તે હવાના ઘર્ષણથી નાશ પામે છે અને પૃથ્વી સુધી પહોંચી શકતા નથી.

ઘણા એસ્ટરોઇડ મોટા કદના હોવાથી તે પૃથ્વીની સપાટી સુધી પહોંચી જાય છે અને વિનાશ સર્જે છે.

નાસા દ્વારા મળતી માહિતી પ્રમાણે જે એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે તેનું કદ એફિલ ટાવર કરતાં દસ ગણું છે.

નાસા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આ વર્ષના ડિસેમ્બર મહિનામાં પૃથ્વી પાસેથી એક વિશાળ એસ્ટરોઇડ પસાર થવાનો છે જેનું કદ આશરે ફૂટબોલના મેદાન કરતાં ત્રણ ગણું મોટું છે.

આ એસ્ટરોઇડને નાસા દ્વારા 4660 નેરસ નામ આપવામાં આવ્યું છે. આ ખતરનાક લઘુગ્રહ લગભગ 11 ડિસેમ્બર ની આજુબાજુ પૃથ્વીની નજીકથી પસાર થશે.

આ એસ્ટરોઇડ પૃથ્વીથી આશરે 40 લાખ કિલોમીટર દૂરથી પસાર થશે. આ અંતર પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં દસ ગણું વધારે છે.

મળતી માહિતી પ્રમાણે આ મહાકાય લઘુગ્રહ લગભગ 330 મીટર લાંબો છે જે એપોલો ગ્રુપનો એક સભ્ય છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ લઘુગ્રહ 11 ડિસેમ્બરની આસપાસ પૃથ્વીની નજીકથી પસાર થશે અને ત્યારબાદ આશરે 10 વર્ષ બાદ ફરીથી પૃથ્વીની નજીકથી પસાર થશે એટલે કે 2 માર્ચ 2031 ના રોજ આ એસ્ટરોઇડ ફરીથી પૃથ્વીની નજીક આવશે.

આ ઉપરાંત આજથી આશરે ચાલીસ વર્ષ બાદ એટલે કે 2060માં ફરીથી ફેબ્રુઆરી મહિનાની આસપાસના સમયગાળામાં આ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી પસાર થશે.

વૈજ્ઞાનિકોના મતે જો આ એસ્ટરોઇડ પૃથ્વીની બાજુમાંથી પસાર થશે તો પૃથ્વીને કોઇ પ્રકારનું નુકસાન નહીં થાય પરંતુ જો આ એસ્ટરોઇડ કોઈ કારણસર પૃથ્વી તરફ આવશે તો પૃથ્વી ઉપર મોટું સંકટ ઉત્પન્ન થઇ શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.